Home /News /kutchh-saurastra /

જામનગર: ગુરુ પુષ્ય નક્ષત્રમાં વેપારીઓએ ચોપડા ખરીદી શુભ મુહૂર્ત સાચવ્યું

જામનગર: ગુરુ પુષ્ય નક્ષત્રમાં વેપારીઓએ ચોપડા ખરીદી શુભ મુહૂર્ત સાચવ્યું

જામનગર

જામનગર ચોપડા ખરીદી

ગુરૂવાર તારીખ 28ના રોજ ગુરુ પુષ્ય નક્ષત્રનું શુભ મુહૂર્ત હોવાથી આ મુહૂર્તમાં ચોપડાની ખરીદી કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. 

    જામનગરઃ દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકોએ તહેવારને ધામધૂમથી ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવાર પર ચોપડા પૂજનનું ખાસ મહત્વ રહેલું છે. ધનતેરસના દિવસે ચોપડાનું પૂજન કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. ત્યારે ગુરૂવાર તારીખ 28ના રોજ ગુરુ પુષ્ય નક્ષત્રનું શુભ મુહૂર્ત હોવાથી આ મુહૂર્તમાં ચોપડાની ખરીદી કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. જામનગરમાં પણ વેપારી વર્ગે શુભ મુહૂર્તમાં જ ચોપડાની ખરીદી કરી હતી.

    આજે ભલે કોમ્પ્યુટર યુગ આવી ગયો હોય, તમામ હિસાબ કિતાબ કોમ્પ્યુટરમાં કરવામાં આવે છે, પરંતુ આજે પણ લાલ ચોપડાનું મહત્વ યથાવત છે. આ લાલ કલરના ચોપડાનું પૂજન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને વર્ષ દરમિયાન ધંધા-રોજગારમાં બરકત આવે છે. જેવી રીતે ચોપડા પૂજનનું પણ ખાસ મુહૂર્ત હોય છે તેવી જ રીતે આ ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત હોય છે.

    ચેતન પેપર માર્ટના રાજુભાઈનું કહેવું છે કે આ વર્ષે પેપરના ભાવમાં વધારો થતાં ચોપડાના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
    First published:

    Tags: Gujarati News News, Jamnagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन