Home /News /kutchh-saurastra /

જામનગરઃ કપાસ અને મગફળીથી છલકાયું માર્કેટિંગ યાર્ડ, તામિલનાડુથી આવ્યા વેપારી

જામનગરઃ કપાસ અને મગફળીથી છલકાયું માર્કેટિંગ યાર્ડ, તામિલનાડુથી આવ્યા વેપારી

જામનગરઃ

જામનગરઃ કપાસ અને મગફળીથી છલકાયું માર્કેટિંગ યાર્ડ, તામિલનાડુથી આવ્યા વેપારી

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની વિપુલ માત્રામાં આવક થતા યાર્ડમાં ચારેબાજુ મગફળીની ગુણીઓ અને કપાસ જ દેખાઇ રહ્યા

    જામનગરઃ આ વખતે જતા જતા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ધરતીના તાતને રાજીના રેડ કરી નાખ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, હાલારના મગફળી અને કપાસની ખેતી કરતાં ખેડૂતો વધુ ખુશ દેખાઇ રહ્યાં છે. આ વખતે મગફળી અને કપાસની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવી છે. હાલ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક શરૂ થઇ ગઇ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની વિપુલ માત્રામાં આવક થતા યાર્ડમાં ચારેબાજુ મગફળીની ગુણીઓ અને કપાસ જ દેખાઇ રહ્યા હતા. તો છેક તામિલનાડુથી મગફળીની ખરીદી કરવા માટે વેપારીઓ આવ્યા હતા અને ખેડૂતોને સારોએવો ભાવ મળી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું..

    જામનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી મગફળી અને કપાસની આવક શરૂ થઇ ગઇ છે. દરરોજ પાંચ હજાર મણથી લઇને અત્યારસુધીમાં 18 હજાર મણ કપાસની આવક થઇ ચૂકી છે. એટલું જ નહીં દરરોજ જેટલા પ્રમાણમાં કપાસની આવક થાય છે એટલું જ વેચાણ પણ થઇ જાય છે. 20 કિલો કપાસના ભાવ 1805 ભાવ ખેડૂતોને પ્રાપ્ત થયા છે. કપાસની જેમ મગપળીની પણ દરરોડ પાંચથી સાત હજાર મણની આવક થઇ રહી છે. હિતેશભાઇનું કહેવું છે કે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે જેનાથી ખેડૂતો પણ ખુશ છે.

    જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી તામિલનાડુના વેપારીઓ મગફળી અને કપાસની ખરીદી અર્થે આવી રહ્યાં છે. હરરાજીમાં ખેડૂતોને મગફળીના 1360 રૂપિયા મણ દીઠ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે હાપા માર્કેટિંગ યાર્ડમાં જ જોવા મળતી 66 નંબર અને 9 નંબરની મગફળીની ખરીદી કરવા માટે છેક તામિલનાડુથી વેપારીઓ દર વર્ષે જામનગર આવે છે. મગફળી અને કપાસનો સારો ભાવ મળતાં ખેડૂતો આ વર્ષ સફળ જશે તેવું અનુમાન લગાવી રહ્યાં છે. બીજી બાજુ હજુ પણ સતત કપાસ અને મગફળીની આવક શરૂ જ છે ત્યારે આગામી થોડા દિવસ હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટાપ્રમાણમાં મગફળી અને કપાસથી છલકાયેલું રહેશે.
    First published:

    Tags: Cotton market Yard, Jamnagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन