જામનગરમાં ગૌસેવાના લાભાર્થે લોકડાયરો યોજાયો, નામાંકિત કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ થયો
જામનગરમાં ગૌસેવાના લાભાર્થે લોકડાયરો યોજાયો, નામાંકિત કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ થયો
જામનગરમાં લોકડાયરો યોજાયો
Lokdayro in Jamnagar: ગુજરાતમાં ખ્યાતિ મેળવનાર ભજનીક નિરંજન પંડ્યા, ફરીદા મીર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોડીરાતથી વહેલી સવાર સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ગૌ સેવા લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ઉપસ્થિત ગૌ પ્રેમીઓ અને લોકોએ ચલણી નોટોનો કલાકારો પર વરસાદ વરસાવ્યો હતો.
કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં વિભાપર ખાતે જય વછરાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. જામનગરમાં જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ દરમિયાન ગૌશાળાનું ભૂમિપૂજન, પંચકુડી યજ્ઞ, સન્માન સમારોહ, મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરાયું હતું. જામનગરના વિભાપરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ ભજનિક કલાકાર, લોક સાહિત્યકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી.
ગુજરાતમાં ખ્યાતિ મેળવનાર ભજનીક નિરંજન પંડ્યા, ફરીદા મીર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોડીરાતથી વહેલી સવાર સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ગૌ સેવા લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ઉપસ્થિત ગૌ પ્રેમીઓ અને લોકોએ ચલણી નોટોનો કલાકારો પર વરસાદ વરસાવ્યો હતો.
જામનગરમાં ગૌ સેવા લાભાર્થે યોજાયો લોકડાયરો. ખ્યાતનામ ભજનકાર નિરંજન પંડ્યા, ફરીદા મીર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોડીરાતથી વહેલી સવાર સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા #Jamnagar#Lokdayro#RajbhaGadhvi#FaridaMeerpic.twitter.com/dRfhSQcVGd
જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ વિભાપર જામનગર દ્વારા ગૌસેવા માટે હાપ્રસાદ તથા લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની વિભાપરમાં આવેલી જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ ની ગૌશાળામાં નીરાધાર લુલી લંગડી અંધ અપંગ તેમજ એકસીડન્ટ થયેલી ગાયો ની સારવાર કરવામાં આવે છે હાલ મા ગૌશાળામાં 450 થી વધુ ગાયોની સાર સંભાળ રાખવામાં આવે છે. આ ઉમદા ગૌસેવાના કાર્યને વેગ આપવા માટે જામનગર વિભાપર ગામ ખાતે અંદાજે 16 વીઘા જમીનમાં ગૌ સેવા અર્થે ગૌશાળાનું તેમજ ગાયોની સારવાર માટે હોસ્પિટલનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તે માટે ટ્રસ્ટ દ્વારા 16 વીઘા જમીનનો ઉમેરો કરી અધતન ઓપરેશન થિયેટર તેમજ જમીન ઉપર ગૌશાળા માટે બાંધકામની જરૂરીયાત હોય તે માટે ફાળો એકત્રિત કરવા માટે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂમિપૂજન પંચકુટી યજ્ઞ તેમજ ગૌભક્ત કાર્યકરો ભક્તોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રાત્રે ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો નિરંજન પંડ્યા, ફરીદા મીર, રાજભા ગઢવીએ સંતવાણી દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં લોકોએ પણ મન મૂકી ચલણી નોટોનો વરસાદ વરસાવી ગૌ સેવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર