'વ્યાજે પૈસા લઈ ધંધો શરુ કર્યો, પણ કોરોનાને કારણે ઓર્ડર થયા કેન્સલ', જુઓ લગ્નની સીઝનને લઈને વેપારીઓની વ્યથા
'વ્યાજે પૈસા લઈ ધંધો શરુ કર્યો, પણ કોરોનાને કારણે ઓર્ડર થયા કેન્સલ', જુઓ લગ્નની સીઝનને લઈને વેપારીઓની વ્યથા
'વ્યાજે પૈસા લઇ ધંધો શરુ કર્યો, પણ કોરોનાને કારણે ઓર્ડર થઇ રહ્યા છે કેન્સલ', લગ્
આ વખતે લગ્નમાં 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે લોકો ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. લગ્ન પાછા ઠેલાતા સૌથી વધુ અસર કેટરીંગ, શણગાર, મંડપના વેપારીઓ પર થઇ રહી છે.
સંજય વાઘેલા, જામનગર: કોરોનાની ત્રીજી લહેરને કારણે ફરીએકવાર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણ બાદ કમુરતા બાદ લગ્નની સીઝન શરુ થઇ છે. પરંતુ આ વખતે લગ્નમાં 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે લોકો ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. લગ્ન પાછા ઠેલાતા સૌથી વધુ અસર કેટરીંગ, શણગાર, મંડપના વેપારીઓ પર થઇ રહી છે. આ વેપારીઓનું કહેવું છે કે 90 ટકા ઓર્ડર કેન્સલ થઇ રહ્યા છે. માર્કેટમાં સાવ મંદીનો માહોલ છે. તો લગ્નમાં ઇવેન્ટનું કામ કરતા આમંતભાઈનું કહેવું છે કે અમે હાલમાં જ ધંધો શરુ કર્યો છે. લોન ન મળતા અમે વ્યાજે પૈસા લઈને ધંધો શરુ કર્યો, પરંતુ ઓર્ડર કેન્સલ થતા હપ્તા ભરવા મુશ્કેલ થઇ રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર