Home /News /kutchh-saurastra /

જામનગરના જળાશયો ચોમાસુ દેખશે, કેટલા મહિના સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે ?

જામનગરના જળાશયો ચોમાસુ દેખશે, કેટલા મહિના સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે ?

જામનગરના જળાશયો ચોમાસુ દેખશે, કેટલા મહિના સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે ?

જામનગરના મોટાભાગના જળાશયો (Dam)તળિયા ઝાટક થઇ જતા હતા, પરંતુ આ વર્ષે જામનગર જિલ્લા અને શહેરના લોકોને આપવા માટે પાણીનો પૂરતો જથ્થો હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.

    સંજય વાઘેલા, જામનગર: કલાઈમેટ ચેન્જ (Climate change) ના કારણે ઋતુચક્રમાં મોટો ફેરફાર થયો છે, શિયાળો (Winter), ચોમાસુ (Monsoon) અને ઉનાળા (Summer) ના સમય બદલાઈ રહ્યા છે, વહેલો ઉનાળો શરુ થવાંથી લઈને એક બે મહિના ચોમાસુ લંબાઈ રહ્યું છે, તો ઘણી વાર ડબલ ઋતુનો પણ અનુભવ થઇ રહ્યો છે. જામનગર(પ) જિલ્લામાં ચોમાસુ સામાન્ય રહેતું હોઈ છે, પરંતુ ગતવર્ષે જામનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા અને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં વરસાદ (Rain) ખેંચાય બાદ અનરાધાર વરસાદ ખાબક્યો અને નદી-નાળા બધું જ છલોછલ ભરી દીધા જેના કારણે આખા વર્ષની પાણી (Water) ની જરૂરિયાત પુરી થઇ ગઈ, હાલ ઉનાળાની ઋતુ શરુ થઇ ચુકી છે. અગાઉના વર્ષો પર નજર કરીએ તો ઉનાળો પૂરો થાય ત્યાં સુધીમાં જામનગરના મોટાભાગના જળાશયો (Dam) તળિયા ઝાટક થઇ જતા હતા, પરંતુ આ વર્ષે જામનગર જિલ્લા અને શહેરના લોકોને આપવા માટે પાણીનો પૂરતો જથ્થો હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.

    જામનગર શહેર અને જિલ્લાને દરરોજ કેટલું પાણી જોઈએ ?

    અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે જામનગર શહેર અને ગામડાના લોકોની પાણીની જરૂરિયાત મુખ્યત્વે ચાર સ્ત્રોત જેમ કે સસોઈ, રણજિતસાગર, ઊંડ-1, આજી-3 અને નર્મદા દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેમાં ગામડામાં મુખ્યત્વે નર્મદાના કનેકશનથી જોડી દેવામાં આવ્યા છે એટલે હવે પહેલા જેવી પીવાના પાણીની સમસ્યા રહેતી નથી, જામનગર ગ્રામ્યમાં દરરોજ 70 MLD પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. જયારે જામનગર શહેરમાં દરરોજ 125 MLD પાણી આપવામાં આવે છે. જામનગર શહેર માટે મુખ્યત્વે સસોઈ, રણજીતસાગર, ઊંડ-1, આજી-3 ડેમ પાણીની જરૂરિયાત પુરી કરી રહ્યા છે.

    આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં કેવી પડશે ગરમી

    કેટલો જથ્થો છે પાણીનો ?

    જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના એન્જિનિયર નરેશ પટેલનું કહેવું છે કે હાલ શહેરી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી, અત્યારે અપની પાસે જૂન મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી બાજુ જામનગરના કુલ 6 તાલુકાના 417 ગામને ઓક્ટોબર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. જૂથ યોજના દ્વારા 205 ગામને પાણી આપવામાં આવે છે, જ્યારે 212 ગામના સ્થાનિક સોર્સ બોર-કૂવામાં હાલ પાણી ઉપલબ્ધ હોવાથી આ 212 ગામ સ્થાનિક સોર્સમાંથી પાણી મેળવે છે. જિલ્લામાં કુલ 3325 હેન્ડપંપ છે અને 7 મિની યોજનાઓ કાર્યરત છે. હેન્ડપંપ રિપેરિંગ માટે 2 ટીમ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર, પાણી, સૌરાષ્ટ્ર

    આગામી સમાચાર