આ બેઠકમાં બાળકોને કોરોનાની રસી (coronavirus vaccine for children) આપવાના એકશન પ્લાન બનાવવામાં આવ્યો જેમાં શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજોમાં રસીકરણ કરવામાં આવશે.
Jamnagar news: જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરે શિક્ષણાધિકારી, શાળા-કોલેજના પ્રિન્સિપાલ સાથે 15થી 18 વર્ષના બાળકોને કોરોના (coronavirus) પ્રતિરોધક રસીકરણને લઈને બેઠક કરી હતી. આ બેઠકમાં બાળકોને કોરોનાની રસી (coronavirus vaccine for children) આપવાના એકશન પ્લાન બનાવવામાં આવ્યો જેમાં શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજોમાં રસીકરણ કરવામાં આવશે. વર્ષ-2007 અને તેનાથી પહેલાં જન્મેલા તમામ બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે.
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ નવા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોવિડ-19 રસી આપવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ સરકારની ગઇડલાઇન પ્રમાણે નક્કી કરેલી વય મર્યાદા મુજબ બાળકોને કરોના રસી આપવામાં આવશે. આમ જામનગર શહેરમાં શાળા, કોલેજોમા રસીકરણ કાર્યક્રમ માટે મહાનગરપાલિકાએ રણનીતિ તૈયાર કરી છે.
આ માટે મનપા કમિશ્નર વિજયકુમાર ખરાડીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અને તાલુકા શિક્ષણાધિકારી, શાળા-કોલેજના પ્રિન્સીપાલની બેઠક મળી હતી. શહેરનાં 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજ પર 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. તદઉપરાંત વર્ષ-2007 અને તેનાથી પહેલા જન્મેલા બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.
જામનગર શહેરમાં 23,521 બાળકો કોરોના રસીને પાત્ર
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વર્ષ-2007 અને તેનાથી પહેલા જન્મેલા બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે. ત્યારે જામનગર શહેરમાં આ જોગવાઇ મુજબ કુલ 23521 બાળકો કોરોના વેક્સિનેશનને પાત્ર હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડીએ જણાવ્યું કે આગામી તા.3 જાન્યુઆરીથી શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટર, શાળાઓ, કોલેજ પર 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. શહેરમાં કુલ 23521 બાળકો રસીકરણને પાત્ર છે. અત્યારે મનપા પાસે રસીના 13000 ડોઝ છે. બાળકોને રસીકરણ માટે પૂરતો જથ્થો છે. આગામી દિવસોમાં રસીના હજુ વધુ ડોઝ આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર