Home /News /kutchh-saurastra /

સૌરાષ્ટ્રનું પાણીપત એટલે ભૂચર Mori war, જાણવા જેવો છે આ વિરતાનો ઇતિહાસ

સૌરાષ્ટ્રનું પાણીપત એટલે ભૂચર Mori war, જાણવા જેવો છે આ વિરતાનો ઇતિહાસ

સૌરાષ્ટ્રનું પાણીપત એટલે ભૂચર મોરીનું યુદ્ધ, જાણવા જેવો છે આ વિરતાનો ઇતિહાસ

અંદાજે 429 વર્ષ પહેલા જામનગરના (jamnagar) ધ્રોલ પાસે આવેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયેલું યુદ્ધ હતું. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં જેમ પાણીપતનું યુદ્ધ (panipat war) હતું તેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચર મોરીમાં ખેલાયું હતું.

વધુ જુઓ ...
    Jamnagar news: આમ તો સૌરાષ્ટ્રના (saurashtra) દરેક પ્રદેશમાં વિરતા અને શૌર્યની અનેક ગાથાઓ સાંભળવા મળશે, પરંતુ આ બધામાં સૌથી ઉપર જો કોઇ વિરતાની ગાથા અને શૌર્યની વાત અથવા ભયાનક યુદ્ધની વાત  (war story) થાય ત્યારે અંદાજે 429 વર્ષ પહેલા જામનગરના (jamnagar) ધ્રોલ પાસે આવેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયેલું યુદ્ધ હતું. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં જેમ પાણીપતનું યુદ્ધ (panipat war) હતું તેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચર મોરીમાં ખેલાયું હતું. આજથી છ દિવસ એટલે કે 31 ડિસેમ્બર સુધી અને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય શૌર્ય ગાથાઓ અંગે પરિચય આપવામાં આવશે તથા મુખ્યમંત્રીથી લઇને વડાપ્રધાન પણ વર્ચ્યુલ રીતે જોડાશે. ત્યારે આવો આ ઇતિહાસની અમર કથા વિશે વિગતે જાણીએ.

    ભૂચર મોરીના ઇતિહાસ અંગે વાત કરીએ તો ઈ.સ. 1591માં અને અંદાજે 428 વર્ષ પહેલા જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચર મોરી મેદાનમાં યુદ્ધ કેમ લડાયું તેની પાછળ એક લાંબી કહાની છે પરંતુ ટૂંકમાં જણાવીએ તો એ સમયે મુઘલોથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને જામનગરે આશરો આપ્યો હતો, આ બાબતો ખાર રાખી અકબરે એ સમયે ગુજરાતના સૂબા મીર્ઝા અઝીઝ કાકાને જામનગર પર આક્રમણ કરવા આદેશ આપ્યો હતો અને મીર્ઝા અઝીઝ કાકા સામે ભૂચર મોરીના મેદાન ખાતે યુદ્ધ લડાયું.

    આ યુદ્ધમાં જામનગરના યૌદ્ધાઓએ વિરદા દાખવી અને થોડીવાર તો મુઘલોને પીછેહટ કરવી પડી હતી પરંતુ જામસાહેબ સતાજીનું સૈન્ય દગાબાજીનો ભોગ બન્યું. લડાઈ એવી કટોકટીએ પહોંચી કે, હાથે મીંઢોળ બાંધેલું હોવા છતાં પાટવીકુંમાર અજાજી જાનૈયાઓ સાથે લડવા નીકળ્યા હતા. લડતાં લડતાં તેમના ઘોડાએ મીરઝા અઝીઝ કોકાના હાથી ઉપર તરાપ મારી. યુદ્ધમાં ઘેરાઈ જતાં રાજકુંવર વીરગતિ પામ્યા. જે બાદ નવોઢા રાણી ભૂચર મોરીના મેદાનમાં સતી થયાં હતાં. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈને નવોઢા રાણી સૂર્યકુંવારીબા સતી થયાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે. ત્યારથી લઈને આજ સુધી જાડેજા કુટુંબ સતીની ડેરીનું પૂજન કરે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Jamnagar News

    આગામી સમાચાર