સંજય વાઘેલા, જામનગર: ગામડા(Village)માં વસતા યુવાનો જેમનામાં છુપાયેલી રમત ગમત(Sports) ક્ષેત્રની કલાને ખિલાવવા માટે યોજાતા ખેલ મહાકુંભ(Khel Mahakumbh)નો આ વર્ષે પણ પ્રારંભ થઇ ચુક્યો છે. ગુજરાત(Gujarat) રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર(Jamnagar) સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર જિલ્લાની તાલુકાકક્ષાથી શરૂ થયો છે.
જામનગરમાં કબ્બડી, ખો ખો, રસ્સાખેચ, ચેસ, યોગાસન, વોલીબોલ, એથ્લેટીક્સ સ્પર્ધાઓનો કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના હસ્તે તેમજ જામનગર શહેરની ઝોન કક્ષા સ્પર્ધાઓનો મ્યુનિ.કમિશ્નર વિજય ખરાડીના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારી કૈલા તેમજ જિલ્લા રમત ગમત અધિકારી નીતાબેન વાળાનાં માર્ગદર્શન હેઠળ જુદી જુદી શાળા/સંસ્થાના સહયોગથી શુભારંભ થયેલ છે. જેમાં જામનગર શહેર- જિલ્લાના છેવાડાનાં ગામનાં રમતવીરો ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
આ વર્ષે પણ જામનગર જિલ્લાના હજારોની સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ વર્ષે ખેલ મહાકુંભ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર શહેર/જિલ્લાની શાળાકક્ષા સ્પર્ધાએથી શરૂ થતી રમતો જેવી કે એથ્લેટીક્સ, કબ્બડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચની સ્પર્ધાઓ 14/03/2022 થી 18/03/2022 દરમ્યાન યોજાઇ હતી. જેમાં જામનગર શહેરના 10211 તેમજ જીલ્લાની શાળાઓના 23140 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
જામનગરમાં કબ્બડી, ખો ખો, રસ્સાખેચ, ચેસ, યોગાસન, વોલીબોલ, એથ્લેટીક્સ સ્પર્ધાઓનો કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના હસ્તે તેમજ જામનગર શહેરની ઝોન કક્ષા સ્પર્ધાઓનો મ્યુનિ.કમિશ્નર વિજય ખરાડીના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારી કૈલા તેમજ જિલ્લા રમત ગમત અધિકારી નીતાબેન વાળાનાં માર્ગદર્શન હેઠળ જુદી જુદી શાળા/સંસ્થાના સહયોગથી શુભારંભ થયેલ છે. જેમાં જામનગર શહેર- જિલ્લાના છેવાડાનાં ગામનાં રમતવીરો ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
જામનગર શહેરના 10211 તેમજ જીલ્લાની શાળાઓના 23140 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર શહેર/જિલ્લાની શાળાકક્ષા સ્પર્ધાએથી શરૂ થતી રમતો જેવી કે એથ્લેટીક્સ, કબ્બડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચની સ્પર્ધાઓ 14/03/2022 થી 18/03/2022 દરમ્યાન યોજાઇ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર