Home /News /kutchh-saurastra /

Jamnagar: 600થી વધુ કર્મચારી ધરાવતી પબ્લીક લિમિટેડ કંપનીમાં જોડાવાની તક, જાણો સંપૂર્ણ વિગત

Jamnagar: 600થી વધુ કર્મચારી ધરાવતી પબ્લીક લિમિટેડ કંપનીમાં જોડાવાની તક, જાણો સંપૂર્ણ વિગત

ફાઈલ તસવીર

આ કંપનીઓ પોતાના કર્મચારીઓને અનેક સુવિધા જેવી કે કેન્ટીન, ટ્રાન્સપોર્ટેશન, PF, ગ્રેજ્યુટી. બોનસ, ઇન્સ્યોરન્સ વગેરેની સવલતો પણ આપતી હોય છે. આવી જ એક રાજકોટ સ્થિત પબ્લિક લિમિટેડ કંપની જોડાવાની તક આપી રહી છે.

    સંજય વાઘેલા, રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી રોજગારીને લઇને યુવાનોના મનમાં અનેક સવાલો ઉદભવી રહ્યાં છે. કોરોનાની અસર વેપાર-ધંધા પર પણ થઇ રહી છે, જો કે અનેક એવી સ્થાનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ એવી છે જ્યાં મોટા પ્રમાણમાં મેન પાવરની જરૂરિયાત રહેતી હોય છે. આ કંપનીઓ પોતાના કર્મચારીઓને અનેક સુવિધા જેવી કે કેન્ટીન, ટ્રાન્સપોર્ટેશન, PF, ગ્રેજ્યુટી. બોનસ, ઇન્સ્યોરન્સ વગેરેની સવલતો પણ આપતી હોય છે. આવી જ એક રાજકોટ સ્થિત પબ્લિક લિમિટેડ કંપની જોડાવાની તક આપી રહી છે. આ કંપનીમાં 62થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આવો જાણીએ સંપૂર્ણ વિગત

    ક્યા ક્યા પદ પર થઇ રહી છે ભરતી ?

    - GM/AGM ઇલેક્ટ્રીકલ R&D

    આ પદ માટે કુલ એક જગ્યા ખાલી છે જેમાં ઉમેદવાર પાસે લાયકાતમાં B.E ઇલેક્ટ્રીકલ/DEEનો અભ્સાય કરેલો હોવો જોઇએ અને ઉમેદવાર પાસે દશ વર્ષથી વધુનો Fanuc/siemens કંટ્રોલર તથા PLC સોફ્ટવેર પ્રોગ્રામિંગનો અનુભવ હોવો જોઇએ.

    - GM/AGM એપ્લિકેશન

    કુલ એક જગ્યા માટે આ પદ માટે ઉમેદવાર પાસે B.E મેકેનિકલ/DMEનો અભ્યાસ કરેલો હોવો જોઇએ સાથે જ દશ વર્ષથી વધુનો અનુભવ સાથે જ Fanuc/siemens કંટ્રોલરનું પ્રોગ્રામીંગ અને CAM સોફ્ટવેર પ્રોગ્રામીંગનો અુભવ હોવો જરૂરી છે.

    - GM/AGM Q.C/Q.A

    આ પદ માટે કુલ એક જગ્યા ખાલી છે, આ માટે ઉમેદવાર પાસે B.E મિકેનિકલ/DMEની લાયકાત હોવી જરૂરી છે, સાથે જ QMS/ISO/IATF 16949 સ્ટાન્ડર્ડનો દશથી વધુ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    આ પણ વાંચો: ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી કોરોના પોઝિટિવ, સાથે કાર્યક્રમોમાં હાજર રહેલા અધિકારી, કાર્યકરોને કરી વિનતી

    - મેનેજર/આસિસ્ટન્ટ મેનેજર - ફાયનાન્સ & એકાઉન્ટ્સ

    આ પદ માટે કુલ એક જગ્યા લાખી છે જે માટે M.Com/B.Comની લાયકાત અને આઠ વર્ષથી વધુનો અનુભવ હોવો જરૂરી છે.

    - સિનિયર એક્ઝિક્યુટીવ - પર્ચેસ

    આ પદ માટે કુલ ત્રણ જગ્યા ખાલી છે જે માટે અરજી કરનાર ઉમેદવાર પાસે BE.Mech/DMEની ડિગ્રી હોવી જરૂરી છે અને ચાર વર્ષથી વધુનો અનુભવ હોવો જોઇએ.

    - HR એક્ઝિક્યુટીવ

    આ પદ માટે કુલ બે જગ્યા ખાલી છે જે માટે અરજી કરનાર ઉમેદવાર પાસે BBA/MBA/MSW/MSW ની ડિગ્રી હોવી જરૂરી છે અને રીક્રુટમેન્ટ તથા સ્ટેચ્યુટરી કંપ્લાઇન્સનો અનુભવ આવકાર્ય છે.

    - એક્ઝિક્યુટીવ - Digital Marketing

    આ પદ માટે કુલ બે જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઉમેદવાર પાસે BE.Copmputer/IT/MBAની ડિગ્રી હોવી જરૂરી છે અને સાથે જ પાંચથી વધુ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    આ પણ વાંચો: સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

    - એન્જીનિયર - PPC

    આ પદ માટે કુલ બે જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં ઉમેદવાર પાસે BE મિકેનિકલ/DMEની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ ઉમેદવાર પાસે બેથી વધુ વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે.

    - CNC/VMC પ્રોગ્રામર

    આ પદ માટે કુલ પાંચ જગ્યા ખાલી છે જેમાં ઉમેદવાર પાસે BE. મિકેનિકલ/DME/ITIની ડિગ્રી હોવી જરૂરી છે સાથે જ બેથી વધુ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

    - એન્જીનિયર - વેન્ડર ડેવલોપમેન્ટ

    આ પદ માટે કુલ ત્રણ જગ્યા ખાલી છે જે માટે ઉમેદવાર પાસે BE.મિકેનિકલ/DMEની ડિગ્રી હોવી જરૂરી છે અને તેની સાથે ત્રણથી વધુ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

    - સર્વિસ કો-ઓર્ડિનેટર

    આ પદ માટે કુલ ત્રણ જગ્યા ખાલી છે જે માટે ઉમેદવાર પાસે BE. મિકેનિકલ/DMEની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ બે વર્ષથી વધુનો અનુભવ હોવો પણ જરૂરી છે.

    આ પણ વાંચો: ચેતજો! વલસાડમાં બાળકોને સાથે રાખીને ભિક્ષુક મહિલાઓની ગેંગ આ રીતે કરે છે ચોરી

    - ડિઝાઇન એન્જીનિયર (CREO-6.0)

    આ પદ માટે કુલ પાંચ જગ્યા ખાલી છે જે માટે ઉમેદવાર પાસે BE. મિકેનિકલ/DMEની ડિગ્રી હોવી જરૂરી છે સાથે જ બેથી ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    - સ્ટોર એક્ઝિક્યુટિવ

    આ પદ માટે કુલ ત્રણ જગ્યા ખાલી છે જે માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે સાથે જ આ પોસ્ટ માટેની જરૂરી બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    - Q.C ઇન્સ્પેક્ટર

    આ પદ માટે કુલ 10 જગ્યા ખાલી છે જે માટે ઉમેદવાદ પાસે ઓછામાં ઓછી BE મિકેનિકલ/DME/ITIની ડિગ્રી હોવી જરૂરી છે, સાથે જ બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    - BE. મિકેનિકલ/ઇલેક્ટ્રીકલ ફ્રેશર

    આ પદ માટે કુલ 10 જગ્યા ખાલી છે, જે માટે ઉમેદવાર પાસે સંબંધિત ડિગ્રી હોવી જરૂરી છે, જો કે અનુભવ ન હોય તો પણ ચાલશે.

    આ પણ વાંચો: બોરસદના ઠક્કર ખમણ હાઉસની પરિણીતાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ખુલ્યો ભેદ

    - MBA (B.Com/BE/M.Com) ફ્રેશર

    આ પદ માટે કુલ 10 જગ્યા ખાલી છે, જે માટે ઉમેદવાર પાસે સંબંધિત પોસ્ટની ડિગ્રી હોવી જરૂરી છે, જો કે અનુભવ ન હોય તો પણ તમે અરજી કરી શકો છો.


    કેવી રીતે અરજી કરવી ?

    ઉપર જણાવેલી તમામ ખાલી જગ્યા માટે અરજી કરવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બોયડેટા, પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રૂબરુ તથા કંપનીના મેઇલ આઇડી પર અરજી કરવાની રહેશે. આ માટે કંપનીનું મેઇલ આઇડી છે career@macpowercnc.com

    અરજી કરવાની છેલ્લી તારીખ અને પગાર ?

    ઉપર જણાવ્યા પ્રમાણેની ખાલી જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે કંપનીએ 21/01/2022 શુક્રવારથી 28/01/2022 શુક્રવાર સુધી (બુધવારે પણ ચાલુ રહેશે) ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. પસંદગી પામેલા ઉમેદવારોને સંબંધિત જગ્યા પ્રમાણે પગાર ધોરણ આપવામાં આવશે.

    આ પણ વાંચો: સુરત: બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, જુઓ CCTV

    કંપનીનું એડ્રેસ ?

    કંપનીનું નામ MACPOWER CNC MACHINES LTD. છે જે રાજકોટમાં પ્લોટ નંબર 2234, ક્રાંતિ ગેઇટ પાસે, GIDC મેટોડા, રાજકોટ-360021

    જરૂરી સૂચના

    જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છે છે તેઓ MACPOWER CNC MACHINES LTD. કંપનીનો સંપર્ક સાધી શકે છે. અહીં ફક્ત નોકરીની જાણકારી આપવામાં આવી છે, આથી ઉમેદવારોએ અન્ય કોઇ છેતરપીંડિથી બચવું જોઇએ અને આ આર્ટિકલ માત્ર માહિતી માટે છે, કંપની સાથે ન્યૂઝ18ને કોઇ સંબંધ નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર, નોકરી

    આગામી સમાચાર