Home /News /kutchh-saurastra /

જામનગર: ધોરણ 10-12 પાસ છો? નોકરી જોઇતી હોય તો જોબફેરમાં પહોંચો

જામનગર: ધોરણ 10-12 પાસ છો? નોકરી જોઇતી હોય તો જોબફેરમાં પહોંચો

પ્રતિકાત્મક તસવીર

આ તાલુકા કક્ષાના ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦-૧૨ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

    ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા આઈ.ટી.આઈ ખાતે તાલુકા કક્ષાનો ભરતીમેળો તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ગુરૂવાર સવારે ૧૧:૦૦ કલાકે “રોજગાર કચેરી કેમ્પસ, આઇ.ટી.આઇ કેમ્પસ અંદર, એસ.ટી બસ સ્ટેન્ડ સામે, જામનગર” ખાતે રાખવામાં આવેલો છે.

    આ ભરતીમેળામાં જુદા જુદા સર્વીસ સેક્ટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગારવાંચ્છું ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલું છે.

    આ તાલુકા કક્ષાના ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦-૧૨ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમીક પસંદગી કરશે.

    આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુંમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-જામનગર ખાતે નામ નોંધણી કરાવેલી ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકાશે. રજીસ્ટ્રેશન સવારે ૧૦:૩૦ વાગે સ્થળ પર જ કરવામાં આવશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Jobs, Unemployment, ગુજરાત, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन