Jamnagar News: મનગર મહાનગરપાલિકાનું (Jamnagar municipal corporation) વર્ષ 2022નું બજેટ (JMC Budget 2022) સ્ટેન્ડિંગ ચેરમેને સામાન્ય સભામાં રજૂ કર્યું હતું અને વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બહુમતીથી કુલ 1000.32 કરોડનું વાર્ષિક બજેટને મંજૂર કરાયું છે.
કિંજલ કારસરીયા, જામનગર : જામનગર મહાનગરપાલિકાનું (Jamnagar municipal corporation) વર્ષ 2022નું બજેટ (JMC Budget 2022) સ્ટેન્ડિંગ ચેરમેને સામાન્ય સભામાં રજૂ કર્યું હતું અને વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બહુમતીથી કુલ 1000.32 કરોડનું વાર્ષિક બજેટને મંજૂર કરાયું છે. જામનગર મહાનગપાલિકાની સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ રૃા. 853.10 કરોડનું બજેટ રજુ કર્યું હતું. આ બજેટને શાસક પક્ષોના કોર્પોરટરોએ (Corporators) બજેટને આવકાર્યુ હતું, તો વિપક્ષી કોર્પોરેટરો શાસક પક્ષ પર તડાપીટ બોલાવી હતી.
અને કહ્યું હતું કે,જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટરોને ફાળવાયેલી ગ્રાન્ટમાંથી એક વર્ષ પછી પણ ફદીયુ પણ ફાળવાયુ નથી. જ્યારે બીજી તરફ શાસકો વિકાસના ઢોલ પીટે છે. આને ફૂલગુલાબી બજેટ કેવી રીતે કહી શકાય? તેમ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાએ આનંદ રાઠોડએ આજે બજેટ અંગેની સામાન્ય સભામાં જણાવ્યુ હતું.
જામનગર મહાનગર પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા ટાઉનહોલમાં મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર તપન પરમાર, મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડી ઉપસ્થિત રહ્યા હતાં. આ સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ વર્ષ-2022-23નું વાર્ષિક રૂપિયા 853.10 કરોડનું અંદાજપત્ર સામાન્ય સભામાં મેયર સમક્ષ રજૂ કર્યું હતું.
ઉઘડતી પુરાંત 239.82 કરોડ રૂપિયા દર્શાવાઇ છે તો વર્ષ દરમિયાન રૂપિયા 760.50 કરોડની આવક દર્શાવવામાં આવી છે. બજેટમાં કુલ રૂપિયા 1000.32 કરોડ દર્શાવવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન 853.10 કરોડનો ખર્ચ અને વર્ષ પૂર્ણ થતા 147.22 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ થયું હતું. કોઈપણ જાતના કર-દર વધારા વગરના આ બજેટને શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ આવકાર્યુ હતું.
જામનગર મહાનગરપાલિકા ના બજેટમાં હાલમાં ચાલી રહેલા કુલ 257.21 કરોડના કામનું આયોજનમાંથી 234.45 કરોડના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. તેઓ ઉલ્લેખ કરાયો છે. જો કે, પાણીવેરો, મિલકત વેરા સહિતના દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અને વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે.
આ ઉપરાંત આગામી વર્ષમાં નવા ભળેલા વિસ્તારોમાં નળ-સે-જલ યોજના અન્વયે ગોકુલનગર તથા મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં મુખ્ય તથા ડીસ્ટ્રીબ્યુશનને નેટવર્ક અન્વયે ડીઆઈ પાઈપ લાઈનનું કામ, લીકેજીંગ પ્રશ્નના નિવારણ માટે ડીઆઈ પાઈપલાઈનના કામ, રણજીતસાગર ડેમને સ્ટ્રેન્ધનીંગના કામ, રણજીતસાગર ડેમથી પમ્પ હાઉસ સુધી પાઈપલાઈનનું કામ, તથા ખંભાળીયા બાયપાસ નજીક ફિલ્ટ્રેશન પ્લાન્ટ, ઈ-એસ-આર તથા સમ્પ અને પાઈપ લાઈનનું કામ કરવાનું આયોજન છે. આ ઉપરાંત રોડ, રસ્તા, આંતર માળખાકીય, અર્બન હેલ્થ સેન્ટર, લાઈટીંગ કામગીરી, અન્ય કામો અંગે પણ આયોજન રજૂ કરાયા છે.
બજેટ બેઠક દરમિયાન સત્તાપક્ષ એ બજેટને આવકારી ચેરમેનની અભિનંદન પાઠવ્યા હતા તો વિપક્ષ દ્વારા બજેટની છણાવટ કરી તડાપીટ બોલાવવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટરે ચર્ચામાં કહ્યું હતું કે, કર-દર વધારો કરાયો નથી તે સારી બાબત છે. પરંતુ 507.88 કરોડની બાકી વસુલાત દર્શાવી છે. ત્યારે સવાલ એવો ઊભો થયો છે કે, તંત્ર કરે છે શું...? જેમને બે લાખના વેરા બીલ મળ્યા છે તેમની મિલકતની કિંમત પણ બે લાખની નથી.
જેમની પાસે નળ જોડાણ નથી તેને પણ બીલ અપાયા છે. આ મુદ્દાઓ ઉપરાંત માઈનોરીટી વિસ્તારમાં કામો ન થતા હોવાના વિપક્ષના કોર્પોરેટ લગાવતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જેમાં ખાસ કાલાવડ નાકા બહાર પૂલની જરૃરિયાત છે. પરંતુ તંત્ર ભેદભાવભરી નીતિ દાખવે છે. શહેરમાં દરેક વિસ્તારમાં વિકાસ માટે આયોજન છે તો અહીં કેમ નથી...?
તેવા સવાલથી પણ બજેટ બેઠકમાં વિપક્ષે સત્તા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી યોગ્ય ગુણવત્તાનું કામ કરાવતા નથી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. તેવા આક્ષેપો કરી વિપક્ષે આ બજેટ સંપૂર્ણ ગ્રાન્ટ આધારિત ગણાવી આવકના સ્તોત્ર વધારવાનું કોઈ આયોજન ન હોવાનું કહ્યું હતું.જો કે, જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2022-23 ના વાર્ષિક બજેટ ને વિપક્ષના હંગામા વચ્ચે બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર