Home /News /kutchh-saurastra /

જામનગરઃ સસ્પેન્ડ પોલીસે ખેલ્યો ખૂની ખેલ, યુવરાજસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી કરી હત્યા

જામનગરઃ સસ્પેન્ડ પોલીસે ખેલ્યો ખૂની ખેલ, યુવરાજસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી કરી હત્યા

યુવક અને ઘટના સ્થળની તસવીર

મૃતક યુવરાજસિંહ જાડેજા અને આરોપી ઈશ્વર સિંહ જાડેજા કે જે બંને વચ્ચે રેતી ખનન મામલે ભાગીદારીમાં ધંધા પછી મન દુખ ચાલતું હતું. જેનો ખાર રાખીને આજે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

  કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં (jamnagar) ઠેબા ચોકડી પાસે સમી સાંજે યુવાનની ઘાતકી હત્યાની (boy murder) ઘટના ઘટી હતી. ધંધા ખાર ના કારણે ડિસમિસ થયેલા પોલીસકર્મીએ (policeman) જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રેતીના ધંધા ખારમાં યુવાનની ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાશી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે  જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને હત્યારાને શોધવા નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા છે.

  જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને રેતીના ધંધા સાથે સંકળાયેલા મૂળ ભાતેલ ગામના 26 વર્ષીય યુવાન યુવરાજસિંહ મહોબત સિંહ જાડેજા પર જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા અને મારામારી, ધાક-ધમકી સહિતના ગુનાઓને લઈને ડિસમિસ થઈ ગયેલા પોલીસ કર્મચારી ઈશ્વરસિંહ સતૂભા જાડેજાએ ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા નિપજાવી નાશી ગયો હતો. જેથી પોલીસે તાત્કાલિક ઠેર-ઠેર નાકાબંધી કરી હત્યારા ડિસમિસ પોલીસમેનની શોધખોળ આદરી છે.

  હોસ્પિટલની તસવીર


  સમી સાંજે જામનગર કાલાવડ હાઇવે પર ઠેબા ચોકડી નજીક હત્યાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી, અને આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત એલ.સી.બી, એસ.ઓ.જી અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

  આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

  મૃતક યુવરાજસિંહ જાડેજા અને આરોપી ઈશ્વર સિંહ જાડેજા કે જે બંને વચ્ચે રેતી ખનન મામલે ભાગીદારીમાં ધંધા પછી મન દુખ ચાલતું હતું. જેનો ખાર રાખીને આજે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. યુવરાજસિંહ જાડેજા રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક એક ખુરશી પર બેઠો હતો, તે દરમિયાન જ ત્યાં કારમાં ઈશ્વરસિંહ જાડેજા આવ્યો હતો, અને સૌપ્રથમ ખુરશીમાં બેઠેલા યુવરાજસિંહને ઠોકરે લઈ ઉડાડી દીધો હતો. ત્યાર પછી કારમાંથી ઉતરી છરી વડે યુવરાજ સિંહના ગળાના ભાગે ઘા ઝીંક્યાં હતા.

  આ પણ વાંચોઃ-નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી

  આ પણ વાંચોઃ-સુરતઃ એક્ટર બનવા મુંબઈ ગયેલા પતિએ સસરા પાસે લીધા ઉધાર પૈસા, સસરાએ પુત્રવધૂ પાસે આવી રીતે વસૂલ્યા પૈસા

  આ ઘટના બાદ ઈશ્વરસિંહ કારમાં બેસીને નાશી છૂટ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબે મૃત હોવાનું જાહેર કર્યું હતું.  આ ઘટનાની જાણ થતા ખુદ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન બનાવના સ્થળે ઠેબા ચોકડીએ પહોંચ્યા હતા. જ્યારે એલ.સી.બી એસ.ઓ.જી અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને પેટ્રોલ પંપના સીસીટીવીના ફૂટેજ મેળવ્યા હતા.  અને યુવરાજસિંહ નામના યુવાનની ઘાતકી હત્યા કરીને ફરાર થયેલા ડિસમીસ પોલીસમેન ઈશ્વરસિંહ જાડેજા ને શોધવા માટે પોલીસની જુદી-જુદી ટિમો બનાવી શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે હાલ જામનગરના પંચકોશી બી. ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ડિસમિસ પોલીસકર્મી ઈશ્વરસિંહ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: ગુજરાત, ગુનો, જામનગર, હત્યા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन