જામનગર વકીલ હત્યા કેસઃ મુખ્ય આરોપી જયેશ પટેલનો વીડિયો વાયરલ, કહ્યું- 'હું નિર્દોષ'

હું નિર્દોષ છું એના પુરાવા હું એટલા માટે રજૂ નથી કરતો કે મારે પુરાવા કોના પાસે રજૂ કરવાના ? સમય આવશે ત્યારે મારા પૂરાવા ચોક્કસ પણે હું કોર્ટમાં રજૂ કરીશ.

News18 Gujarati
Updated: May 16, 2018, 3:50 PM IST
જામનગર વકીલ હત્યા કેસઃ મુખ્ય આરોપી જયેશ પટેલનો વીડિયો વાયરલ, કહ્યું- 'હું નિર્દોષ'
હું નિર્દોષ છું એના પુરાવા હું એટલા માટે રજૂ નથી કરતો કે મારે પુરાવા કોના પાસે રજૂ કરવાના ? સમય આવશે ત્યારે મારા પૂરાવા ચોક્કસ પણે હું કોર્ટમાં રજૂ કરીશ.
News18 Gujarati
Updated: May 16, 2018, 3:50 PM IST
તાજેતરમાં જામનગરમાં એક વકિલને જાહેરમાં તિક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારવાની ઘટના બની છે. આ ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને જયેશ પટેલે  50 લાખ રૂપિયામાં વકિલની હત્યા કરારવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું ખુલ્યું છે. અત્યારે આરોપી જયેશ પટેલ ફરાર છે. જોકે, આરોપી જયેશ પટેલની વીડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં જયેશ પટેલ પોતાને નિર્દોષ ગણાવે છે. અને હત્યા પાછળ તેનો કોઇ જ રોલ ન હોવાનું કહી રહ્યો છે. આ સાથે તેની પાસે પોતે નિર્દોષ હોવાના પણ પુરાવા છે જે યોગ્ય સમયે કોર્ટમાં રજૂ કરશે. તો ચાલો જોઇએ કે જયેશ પટેલે વાયરલ વીડિયોમાં શું શું કહ્યું.

હું નિર્દોષ છું સમય આવે હું કોર્ટમાં પુરાવા રજૂ કરીશ

વીડિયોમાં જયેશ પટેલ કહે છ ેકે, કિરિટભાઇની હત્યા પાછળ મારુ નામ લેવામાં આવી રહ્યું છે એનું એટલું જ કારણ હોઇ શકે કે તેઓ મારી વિરુદ્ધમાં વિકિલ હતા. એટલે મરનારના ભાઇને મારા પર શંકા જતા મારું નામ લખાવ્યું છે.  હું નિર્દોષ છું એના પુરાવા હું એટલા માટે રજૂ નથી કરતો કે મારે પુરાવા કોના પાસે રજૂ કરવાના ? સમય આવશે ત્યારે મારા પૂરાવા ચોક્કસ પણે હું કોર્ટમાં રજૂ કરીશ. કોર્ટ પાસે હું ન્યાય માંગીશ ઇન્ડિયા અને ગુજરાતના ન્યાયતંત્ર ઉપર મને ભરોસો છે. ચોક્કસ પણે મને ન્યાય મળશે. મારી પાસે પુરાવા છે. જો હું પોલીસને અત્યારે પુરાવા આપીને ત્યાં આવું તો પોલીસ મારી ધરપકડ કરીને ખોટું સરઘસ કાઢે. અગાઉ પોલીસે મને કંઇ બાકી રાખ્યો નથી.

મે આવો કોઇજ કોન્ટ્રાક્ટ આપ્યો નથી, પોલીસ ખોટી કેસેટ ઊભી કરી છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને એવું એટલા માટે લાગે છે કે મને ક્યાંકને ક્યાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આજે હત્યા થઇ છે એની પાછળ મારો કોઇ રોલ નથી. આવા કોઇ કોન્ટ્રાક્ટ કિલરને ઓળખતો નથી. પોલીસ મુંબઇના મારા કોઇ ઓળખીતાને લાવે છે અને કહે છે કે મે એને 50 કરોડ રૂપિયાની સોપારી આપી. મે એને 90,000 રૂપિયા આપ્યા છે. એ માણસ જામનગર આવે છે અને એક માણસને માત્ર 90,000 માટે મારી નાખે છે. પોલીસ દ્વારા આ ખોટી કેસેટ ઊભી કરવામાં આવી છે. જોકે આવું કંઇ જ નથી. મે આવા કોઇજ કોન્ટ્રાક્ટ કિલર રાખ્યા નથી.કિરિટ જોશીની હત્યાથી ફાયદો કોને? કિરિટ જોશીના પાર્ટનરો કોણ ? 
Loading...

કિરિટ જોશીની હત્યાના આરોપી જયેશ પટેલે કહ્યું હતુ ંકે, મને પૂછતા હોય કે મને કિરિટભાઇ જોશીની હત્યા પાછળ કોની કોની ઉપર શંકા છે. તો કિરિટ જોશીની હત્યાથી ફાયદો કોને? કિરિટ જોશીના પાર્ટનરો કોણ ? કિરિટ જોશીના વહિવટદારો કોણ? કિરિટ જોશીના પૈસાનો વહિવટ કોણ કરે એના પૈસા કોમ રાખે ? આ માટે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તેમના મોટા મોટા સેટલમેન્ટો અને જમીનોના સોદા થયા એનાથી કોને ફાયદો થયો? એક ઉદાહરણ આપીએ તો એફઆઇાર નંબર 105માં વીપી મહેતાવાળી  જે 100 કરોડની એફઆઇઆર કહેવાતી.  જામનાગરના એમપી ચંદ્રેશ પટેલે પણ જમીન દલાલીમાં બે પ્લોટ લીધા છે જેમને પોતાના પુત્રના નામે લીધા છે. ચંદ્રેશ પટેલનો દાવો હોય કે એતો પૈસા આપીને લીધા છે. તો પૈસા આપીને એજ જમની શું કામ લીધી ? સ્વાભાવિક છે કે મફતનું મળતું હોય ત્યા દલાલીમાં પ્લોટ લીધા છે. તેમણે પોલીસ એસપી હાઇલેવલ સુધી નિવેદનો આપ્યા છે. ચંદ્રેશ પટેલે પોતાના હોદ્દાનો પૂરેપૂરો લાભ લીધો છે.

મે ક્યારે કિરિટભાઇને ધમકી ભર્યો ફોન કર્યો નથી કે ધમકી આપી નથી. 

કિરિટભાઇ જોશીનું હત્યાનું કારણ શું હોઇ શકે એતો હું માત્રને માત્ર અંદાજો કરી શકું છું. પરંતુ એની હત્યા પાછળ મારો કોઇ જ હાથ નથી.  એ હત્યામાં હું કશું જાણતો નથી. મારે અને કિરિટભાઇ વચ્ચે એવું કંઇજ ન્હોતું કે હું કિરિટભાઇની હત્યા કરાવું. હું આવા પ્રકારની માનસિકતા નથી ધરાવતો. મેં એને ધમકી આપી નથી કે મે એને ફોન પણ નથી કર્યો એણે મને ફોન કર્યો છે. રહી વાત ધમકીની જે મીડિયા દ્વારા આવતા સ્ટેટમેન્ટમાં જાણવા મળે છે. આવી એકપણ ફરિયાદ મારા વિરૂદ્ધ થઇ નતી. હું સ્પષ્ટ પણે કહું છું કે મે ક્યારે કિરિટભાઇને ધમકી ભર્યો ફોન કર્યો નથી કે ધમકી આપી નથી.

કિરિટ જોશીને જામનગરમાં 18-19 સ્ત્રીઓ સાથે હતા આડાસંબંધ

તેણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી બાજુમાં એવું કહેવામાં આવે છે કે કિરિટભાઇ છે એમની કોલ ડિટેઇલ અથવા તો તેમની હેબિટો તેમને દરરોજ ડ્રિંગ કરવા જોઇતું હતું. બીજું તેઓ રંગીન મિજાજના હતા. તેમને અનેક સ્ત્રીઓ સાથે આડાસંબંધો હતા એમાંથી એક જાણીતા મહિલા એડવોકેટ સાથે પણ તેમને બહુ સારા સંબંધ હતા. જે અત્યારે સરકારી વકીલ છે. 24 કલાકમાંથી 8-9 કલાક તેમની સાથે રહે છે. એવું પણ જાણવા મળ્યું છ કે, ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતી 55 વર્ષની મહિલા સાથે પણ તેમના આડાસંબંધ હતા. આવી અનેક સ્ત્રીઓ સાથેના આડાસંબંધોમાં કોઇપણ સ્ત્રી સાથે લગ્નના વાયદા કે પછી અન્ય બાબતને લઇને પણ તેમણે પણ આ કૃત્ય કરાવ્યું હોય એવું હું નથી કહેતો... પણ  તેઓ રંગીન મિજાજના હતા એવું હું ચોક્કસ પણે કહી શકું છું. એમના ક્લાઇન્ટો દલાલીનું કામ કરતા હતા એ પણ મને ધ્યાનમાં હતું. તેમને જામનગરની અંદર ઓછામાં ઓછી 18થી 19 સ્ત્રીઓ સાથે આડાસંબંધો હતા.

 હું પણ કાયદાથી વાકેફ છું ,હું નથી માનતો કે તેમના  કારણે મારી જામીન અરજી રિજેક્ટ થઇ

બીજી વાત કરીએ તો એવું પણ કહેવામાં આવે છે. તેઓ મોટા ગજાના વકીલ હતા એમણે જામનગર સેશન કોર્ટ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન રિજેક્ટ કરાવી મને જેલની હવા ખવડાવી હતી.  વકીલ કોઇપણ કોર્ટમાં વકીલાત કરતા હોય છે ત્યારે કોઇ વકીલ નાના કે મોટા હોય છે. જ્યારે જજ કોઇ વકીલને એવી દ્રષ્ટીથી નથી જોતા કે આ વકીલ નાનો છે કે આ વકીલ મોટો છે. એટલે મોટા વકીલની વાત સાંભળવી અને નાના વકીલની વાત ન સાંભળવી. જજ માત્ર વકીલની રજૂઆત ઉપર ધ્યાન આપે છે સાથે સાથે પુરાવા જોઇને ન્યાય આપતા હોય છે. પરંતુ એ તો પાતનો ઇગો હોય છે જેનાથી એ પોતાને મોટો વકીલ માની બેશે છે. જે માત્ર એનું જ માનવું હોય છે. જજ ક્યારે કોઇ વકીલને નાનો કે મોટો માનતા નથી. વકીલની કોઇ વ્યાખ્યા હોતી નથી. વકીલ એટલે વકીલ... હું પણ કાયદાથી વાકેફ છું એટલે હું નથી માનતો કે કિરિટભાઈના કારણે મારી જામીન અરજી રિજેક્ટ થઇ.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर