જામનગર : પાંચ દિવસમાં ચાર બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, બે મિત્રોએ મદદ કરી'

જામનગર : પાંચ દિવસમાં ચાર બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, બે મિત્રોએ મદદ કરી'
જામનગર શહેર અગાઉના વરસોમાં ક્યારેય આટલું બદનામ નથી થયું, જે છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મ મામલે થયું છે

જામનગર શહેર અગાઉના વરસોમાં ક્યારેય આટલું બદનામ નથી થયું, જે છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મ મામલે થયું છે

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર :  શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં બળાત્કારની ચોથી ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. જોકે, આજની ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. જામનગરમાં સીટી એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ. જેમાં 4 દિવસ પહેલા સગીરાનું  અપહરણ થયું હતું. પોલિસે ફરિયાદ બાદ આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી, પુછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હોવાનુ સામે આવ્યું છે.

  જામનગરમાં સીટી એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ, 4 દિવસ પહેલા સગીરાના અપહરણ થયું હતું. પોલિસે અપહરણ બાદ દુષ્કર્મ અંગે ગુન્હો નોંધ્યો, તથા સગીરાને ફસાવી દુષ્કર્મ આચરનાર સાવન શાહને ઝડપી પાડી જેલના સળીયા ગણતો કરી દીધો છે.  તમને જણાવી દઈએ કે,  જામનગર શહેર અગાઉના વરસોમાં ક્યારેય આટલું બદનામ નથી થયું, જે છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મ મામલે થયું છે. છોટી કાશી સમાન જામનગરમાં છેલ્લા પાંચ દિવસમાં બળાત્કારની ચોથી ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. અત્યાર સુધીમાં  શહેરનું એક ડીવીજન બળાત્કારના મામલે બાકી હતું. તેમાં પણ એક સામુહિક દુષ્કર્મનો મામલો સમાવેશ થાય છે.

  રાજકોટ: વેપારી બન્યો હનીટ્રેપનો ભોગ, પતિ-પત્ની સહિત પાંચ સકંજામાં, જાણો કેમ વેપારી ફસાયો?

  રાજકોટ: વેપારી બન્યો હનીટ્રેપનો ભોગ, પતિ-પત્ની સહિત પાંચ સકંજામાં, જાણો કેમ વેપારી ફસાયો?

  સીટી બી અને સીટી સી ડીવીજનમાં નોંધાયેલ ફરિયાદ બાદ ગઈ કાલે સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પરિવારની સગીરાને ત્રણ દિવસ પૂર્વે સાવન શાહ નામનો શખ્સ અપહરણ કરીને તેણીના પરિવારના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. દરમિયાન પોલીસે ફરિયાદ નોંધી આરોપીના સગડ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી સાવન અને યુવતી કચ્છથી મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું સામે આવતા આઈપીસી કલમ 346નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

  સાથે સાથે સગીરાના અપહરણમાં યસ લાલવાણી અને યોગીરાજસિંહ જાડેજાની પણ સંડોવણી ખુલી હતી. આ બંને શખ્સોએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે સગીરા તથા મુખ્ય આરોપીનું મેડીકલ તપાસણી કરાવી હતી અને મદદગારી કરનાર આરોપીઓને પણ જામનગરમાંથી પકડી પાડ્યા હતા. સીટી એ ડીવીજન પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરતા મુખ્ય આરોપીને એક દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે.
  Published by:kiran mehta
  First published:October 09, 2020, 20:50 pm

  ટૉપ ન્યૂઝ