Home /News /kutchh-saurastra /

જામનગર: મનપાનો મહત્વનો નિર્ણય, પાણીના કનેક્શન પર લાગશે મીટર

જામનગર: મનપાનો મહત્વનો નિર્ણય, પાણીના કનેક્શન પર લાગશે મીટર

હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગામી સમયમાં 2000 જેટલા મીટરો મુકવામાં આવશે...

હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગામી સમયમાં 2000 જેટલા મીટરો મુકવામાં આવશે...

પાણીનો વ્યય થતો અટકાવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા 1 એપ્રિલથી કોમર્શીયલ અને બહુમાળી ઈમારતોમાં પાણીના કનેક્શન પર મીટર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે શહેરમાં 91 હજારથી વધુ પાણીના કનેક્શનો આવેલા છે. હાલ શહેરમાં પાણીની લાઈનો ઉપર મીટરો મુકવામાં આવ્યા છે. જ્યારે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં 1 એપ્રિલથી મીટર દ્વારા પાણી આપવામાં આવશે.

આ અંગે વોટર વર્કસના અધિકારીએ માહિતી આપતા જણાવાયું હતું કે, આવી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગામી સમયમાં 2000 જેટલા મીટરો મુકવામાં આવશે. મહાનગરપાલિકાના પાણીના કનેક્શન પર મીટર આપવાના આ નિર્ણયને લોકોએ પણ આવકાર્યો છે.

તો બીજી બાજુ પછાત વિસ્તારોના ઘરોમાં મીટર કનેક્શન ન મુકવા પણ લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે. જામનગર મનપા દ્વારા આ મીટર મુકવાની જોગવાઈ વર્ષ 2017ના બજેટમાં કરવામાં આવી હતી. અને અમલ એપ્રિલ 2018થી કરવામાં આવી રહ્યો છે. જોકે મોડુ તો મોડુ પરંતુ આખરે તંત્ર જાગ્યું તો ખરૂ.
First published:

Tags: JMC, Water mitter, જામનગર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन