જામનગરઃબેન્ક મેનેજરની ગુંડાગીરી CCTVમાં કેદ,ગ્રાહકને ફટકાર્યો

News18 Gujarati | News18 Gujarati
Updated: February 22, 2017, 5:34 PM IST
જામનગરઃબેન્ક મેનેજરની ગુંડાગીરી CCTVમાં કેદ,ગ્રાહકને ફટકાર્યો
જામનગરઃજામનગર જિલ્લાના જોડિયા તાલુકાનાં જીરાગઢ ગામની બેન્કમાં બેન્ક મેનેજરે ગ્રાહક ઉપર હુમલો કરવાના વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. ગ્રાહક ને મેનેજરે માર મારતા મારતા રોડ ઉપર લઈ જતાં સીસીટીવી ના વિડીયો ફૂટેજ વાઇરલ થયા છે.

  • Share this:

જામનગર ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેન્કની એક શાખા જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આવેલ છે. આ બ્રાન્ચમાં બોડકા ગામના દયાલજીભાઈ પોતાનો ચેક પાસ થયો છે કે કેમ તેની તપાસ કરવા ગયા હતા. ત્યારે બ્રાન્ચ મેનેજર જયેશ કાનાણી એ પોતાનું હોદો ભૂલી જઇ અને દયાલજીભાઈ ઉપર તૂટી પડ્યા હતા. આ રીતે એકાએક મેનેજરે હુમલો કરતાં દયાલજીભાઇ પણ ગભરાઈ ગયા હતા.  એટલું જ નહીં પણ મેનેજર જયેશ કાનાણી દયાલજીભાઇ ને માર મારતા રોડ ઉપર લઈ ગયા હતા. અને તેમની સાથે બેન્કનો અન્ય સ્ટાફ પણ આ દયાલજીભાઈને છોડાવવાને બદલે મારવા લાગ્યા હતા.

અને રોડ ઉપર દયાલજીભાઈને ઢોર માર મારેલ હતો. જેના લાઈવ વિડીયો બેન્ક ના જ સીસીટીવીમાં આવી ગયા હતા. અને આ દ્રશ્યો સાથે દયાલજીભાઈએ જોડિયા પોલીસમાં અરજી કરેલ હોવાનું જણાવ્યુ હતું.
First published: February 22, 2017, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading