Home /News /kutchh-saurastra /

જામનગરઃ જાખર ગામમાં યુવતીની લાશનો ભેદ ઉકેલાયો, ભાઈનો સાળો નાગેશ જ નીકળ્યો હત્યારો, જણાવ્યું હત્યાનું કારણ

જામનગરઃ જાખર ગામમાં યુવતીની લાશનો ભેદ ઉકેલાયો, ભાઈનો સાળો નાગેશ જ નીકળ્યો હત્યારો, જણાવ્યું હત્યાનું કારણ

આરોપીની તસવીર

સીમાને બાઈકમાં બેસાડી જાખર ગામ પાસે લઈ ગયો હતો. જ્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. ત્યાર પછી પથ્થર લઈ તેના માથા પર મારીને ઢીમ ઢાળી દીધું હતું.

  કિંજલ કારસરીયા, જામનગર: જામનગર નજીક આવેલા જાખર ગામની સીમમાંથી એક અજ્ઞાત યુવતીનો  (Unkone girl dead body) અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ કરવામાં પોલીસને (police) સફળતા મળ્યા બાદ હત્યારાને શોધી કાઢવામાં પણ પોલીસ સફળ થઈ છે. મૃતક યુવતીના ભાઇના સાળાએ યુવતીની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. એક વર્ષના પ્રેમ સંબંધ (love affiar) પછી યુવતી અન્ય યુવક સાથે વાત કરતી હોવાથી પ્રણય ત્રિકોણના કારણે હત્યાની ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

  જામનગર ખંભાળિયા હાઇવે પર જાખર ગામની સીમમાંથી ચાર દિવસ પહેલાં રાત્રીના સમયે એક યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યા અંગેનો ગુનો નોંધી મૃતક યુવતીની ઓળખ કરવા માટે તેમજ હત્યારાઓને શોધવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફને યુવતીની ઓળખ કરી લીધી હતી. મૃતક યુવતીનું નામ સીમા કાંતિભાઈ પાંડાવદરા અને ઉંમર વર્ષ 22 હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવતી મુળ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામની વતની હોવાનું જાણવા મળ્યું હતું.

  જામનગરમાં ખંભાળિયા હાઇવે પર આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું અને તેમજ હોસ્ટેલમાં રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું.આ યુવતી તારીખ 13મી મે ના સહી કરીને બહાર નીકળી હતી. ત્યાર પછી તે ગુમ હતી. દરમિયાન 14 તારીખે તેનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતક યુવતીના ફોટા અખબારમાં પ્રસિદ્ધ કરાવ્યા હતા. જેના કપડાના વર્ણનના આધારે કોવિડ હોસ્પિટલમાં તેની સાથે રહેતી અને ફરજ બજાવતી અન્ય એક યુવતીએ ઓળખી બતાવી હતી. અને  મેઘપર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

  આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

  જામનગરના એસ.પી. દીપેન ભદ્રન તેમજ જામનગર ગ્રામ્યના ડી.વાય.એસ.પી. કુણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. મેઘપર પોલીસ સ્ટેશન, લાલપુર પોલીસ સ્ટેશન, અને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત તપાસ કરવામાં આવી હતી, અને અંતે હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. મૃતક યુવતી સીમા કે તેના ભાઈના સાળા કે જે, મીઠાપુર ગામ માં રહે છે તે, નાગેશ ઉર્ફે નકશ મનુભાઈ વેગડાના છેલ્લા એક વર્ષથી સંપર્કમાં હતી, અને નાગેશ તેની સાથે પ્રેમ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

  આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

  હત્યા કરાયાના દિવસે નાગેશ મીઠાપુરથી જામનગર યુવતીને મળવા આવ્યો હોવાનું અને તેની સાથે બાઈકમાં બેસીને ખંભાળિયા તરફ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તપાસનો દોર મીઠાપુર સુધી લંબાવ્યો હતો, અને નાગેશને અટકાયતમાં લઇ લેવાયો હતો. જેની આગવી ઢબે પૂછપરછ કર્યા પછી તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લીધુ હતું.આ અટકાયત દરમ્યાન નાગેશ છેલ્લા એક વર્ષથી સીમા ને પ્રેમ કરતો હોવાનું અને લગ્ન કરવા માંગતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ સીમા પોતાના મોબાઈલમાં  અન્ય એક યુવક સાથે વાતચીત કરતી હોવાનું જાણવા મળ્યું હતું.  દરમિયાન બંને ખંભાળિયા જમવા માટે ગયા હતા ત્યાં સીમાએ એવું પણ કહ્યું હતું કે હું મારી રીતે સ્વતંત્ર છું, અને અન્ય કોઈપણ સાથે પણ મારું જીવન ગુજારી શકું છું. તેવું કહેતાં નાગેશ ઉશ્કેરાઈ ગયો હતો, અને સીમાને બાઈક માં બેસાડી જાખર ગામ પાસે લઈ ગયો હતો. જ્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. ત્યાર પછી પથ્થર લઈ તેના માથા પર મારીને ઢીમ ઢાળી દીધું હતું. ત્યાર બાદ સીમા નો મોબાઈલ ફોન લઈને પોતે મીઠાપુર તરફ ભાગી છૂટ્યો હતો. પરંતુ મેઘપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. આર. સિસોદિયા અને પોલીસ ટીમે તપાસનો દોર મીઠાપુર સુધી લંબાવી નાગેશને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ મેઘપર પોલીસ મથકે લઇ આવ્યા પછી તેના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરની એલ.સી.બી., એસ.ઓ.જી., તથા મેઘપર અને સિક્કા, લાલપુરની પોલીસ ટુકડીઓની ઊંડાણપૂર્વકની તપાસના અંતે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Girl Murder, ગુજરાત, ગુનો, જામનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन