ક્યાં અને કોની માટે બન્યું અધધધ... 150 ઇંચની કમરનું પેન્ટ !

Network18 | News18 Gujarati
Updated: October 13, 2017, 5:10 PM IST
ક્યાં અને કોની માટે બન્યું અધધધ... 150 ઇંચની કમરનું પેન્ટ !
જામનગરનાં રસ્તા પર આકર્ષણ બન્યું 150 ઇંચની કમર અને 55 ઇંચની લંબાઇ ધરાવતું અજાયબી પેન્ટ, તારક મેહતા..નાં ડો. હાથીની સાઇઝ કરતાં પણ મોટુ છે આ પેન્ટ
Network18 | News18 Gujarati
Updated: October 13, 2017, 5:10 PM IST
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક એક શોપની બહાર લટકાવેલા એક જીન્સના પેન્ટે શહેરીજનોમાં આકર્ષણ જગાવ્યુ છે....૫૦,,,૭૦...કે ૮૦ ઇંચ નહીં 150 ઈંચની કમરનું પેન્ટ હોવાના કારણે લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે...આ જીન્સનું પેન્ટ જાણે કોઈ હલ્ક માટેનું તૈયાર કરવામાં આવ્યું હોય તેવું લોકો જણાવે છે,,,ટેઇલરે દુકાનની બહાર આ મહાકાય પેન્ટનું ડિસ્પ્લે રાખ્યુ છે.

આ પેન્ટને જોતા આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ડૉ. હાથીની યાદ આવી જાય. જો કે તેમની કમર પણ 109 ઈંચની છે ત્યારે આં તો પેન્ટ તો 150 ઈંચ કમરનું છે.સાડા પાંચ મીટર કપડાંમાથી 55 ઇંચ લંબાઈ અને 150 ઈંચની કમરનું બનાવેલુ પેન્ટ ટેઇલરની બનાવટની દાદ માગી લે તેવુ છે.

ટેઇલર સુરેશભાઇ રાઠોડે આ પેન્ટ બનાવીને પોતાની કારીગરીથી જામનગરનું ગૌરવ વધારી દીધુ છે. ત્યારે જામનગરવાસીઓ તેમજ સુરેશભાઇ પોતે તેમની કળા માટેના રેકોર્ડની નોંધ લેવાય તેવુ ઇચ્છી રહ્યા છે.
First published: October 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर