સંજય વાઘેલા, જામનગર: હાલ શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે જામનગરના શિયાળાની મજા માત્ર શહેરવાસીઓ જ નથી લેતા પરંતુ સાત સમુંદર પાર કરીને પક્ષીઓ પણ મજા લેવા આવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ જામનગર આવે છે. હવે તો એવુ લાગી રહ્યું છે કે જામનગર આ પક્ષીઓનું બીજું ઘર છે. જામનગર શહેરમાં આવેલા લખોટા તળાવ ખાતે આ વિદેશી પક્ષી રોકાણ કરે છે, તો જામનગરવાસીઓ પણ આ વિદેશી મહેમાનોનું દરરોજ ભાવભર્યું સ્વાગત કરે છે.
કોણ છે આ પક્ષી
શિયાળો શરુ થતાં જ જામનગર શહેરની વચ્ચે આવેલા લખોટા તળાવના ગેટ નંબર 1 પાસે તમને આ વિદેશી પક્ષી નજરે પડશે, આ વિદેશી મહેમાનનું નામ સિગલ છે. આ સિગલ પક્ષી હજારોની સંખ્યામાં જામનગર આવી પહોંચે છે.
આ વિદેશી પક્ષીઓને ભાવે ગાંઠિયા
તમને જાણીને નવાય લાગશે પરંતુ હજારો કિલોમીટરની યાત્રા કરીને જામનગર આવતા આ વિદેશી સિગલ પક્ષીઓને સૌથી વધુ ગાંઠિયા ભાવે છે. આ પક્ષીઓને દરરોજ સવારે ચણ નાખવા આવતા લોકોનું કહેવું છે કે આ સિગલ પક્ષીઓને ચણા, દાળિયા કે કઠોર ભાવતું નથી, આ પક્ષી માત્રને માત્ર ગાંઠિયા જ ખાય છે. તો અહીં આસપાસ પક્ષીઓના ચણનો ધંધો કરતા લોકોનું કહેવું છે કે અમને ગાંઠિયા વેચવાની મનાય છે અને આ પક્ષીઓ ગાંઠિયા સિવાય બીજું કાંઈ ખાતા નથી.
ગાંઠિયા આ પક્ષીનો ખોરાક નથી
જામનગરમાં રહેતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજાનું કહેવું છે કે આ સિગલ પક્ષીઓ માટે ગાંઠિયા ખુબ જ નુકશાનકારક હોઈ છે. આ પક્ષીનો મુખ્ય ખોરાક માછલી તથા છીછરા પાણીમાં જોવા મળતી જીવાત હોઈ છે. અહીં લોકો જે પેકીંગ કરેલા ગાંઠિયા ખવડાવે છે તેની ગુણવત્તા હલકી હોઈ છે, લોકો પોતાના બાળકો નજીક આ પક્ષી બોલાવવા માટે ગાંઠિયા ખવડાવે છે. પ્રોટીન માટે સિગલ પક્ષી પણ વધુ ગાંઠિયા ખવડાવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર