Home /News /kutchh-saurastra /જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજીયાત હતો

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજીયાત હતો

    રવિ બુદ્ધદેવ, જામનગર : વર્ષ 1990માં જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલામાં જામનગર કોર્ટે સજા ફટકારી છે. જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે.

    જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓ આરોપી હતા. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજીયાત હતો. આ કેસ માટે સ્પેશલ પીપીની પણ નિમણૂંક કરવામાં આવી છે.

    આ કેસના સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે એટલે કે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે.

    પબ્લિક પ્રોસિક્યૂટરે વધુમાં જણાવ્યું કે, વર્ષ 1990માં અડવાણીની રથયાત્રા સમયે કોમી તોફાનોની ઓથા હેઠળ 133 લોકોને આરોપીઓએ પકડી કસ્ટડીમાં બેફામ માર મારવામાં આવ્યો હતો. આ 133 પૈકી પ્રભુભાઈનું કસ્ટોડિયલ ટોર્ચરના કારણે સારવાર દરમિયાન 18 નવેમ્બર 1990ના રોજ મોત થયું હતું. પ્રભુભાઈના ભાઈ અમૃતભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

    તુષાર ગોકાણીએ જણાવ્યું કે, આ કેસ ત્રણ દાયકા સુધી ચાલ્યો હતો અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ મેટર પહોંચી હતી. અંતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 20 જૂન પહેલા આ કેસનો ચુકાદો જાહેર કરી દેવામાં આવે. તે બાબતને ધ્યાને લઈ જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन