જામનગર: રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ

News18 Gujarati
Updated: May 27, 2018, 11:43 AM IST
જામનગર: રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ

  • Share this:
જામનગરમાં એક ભાગવત સપ્તાહમાં રાજભા ગઢવીના લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાયો હતો. લોક ડાયરાના સ્ટેજ પર કલાકારો પર લોકો મન મુકીને રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા.

હાલ તો આ લોક ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અહીં નાના બાળકો, મહિલાઓ અને પુરૂષોએ લોક ડાયરાના કલાકાર પર રૂપિયાનો વરસાદ વરસાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.એક સમય તો કલાકાર પણ રૂપિયાની વચ્ચે પથારી ઉપર બેઠા હોઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ભાગવત સપ્તાહ દિવ્યાંગ બાળકોના લાભાર્થે યોજાય હતી. જેથી રૂપિયાનો વરસાદ લોકોએ મન મુકીને વરસાવ્યો હતો. તો આ ડાયરામાં મહિલાઓ પણ મોજથી રૂપિયા વરસાવી રહી હતી. તો પુરુષો પણ સ્ટેજ પર ચઢીને કલાકારો પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા હતા.આ ડાયરાના મુખ્ય કલાકાર રાજભા ગઢવી હતા. એક તરફ રાજભા ગઢવી શૂરો લહેરાવે અને બીજી બાજુ લોકો રૂપિયાનો વરસાદ વરસાવે. રાજભા ગઢવીને રૂપિયાથી ભીંજવી દીધા હોઈ તેમ સ્ટેજ રૂપિયાથી છલકાતું હતું. જામનગરમાં રાજભા ગઢવીના લોકડાયરામાં રૂપિયા ની છોળ ઉડાડવા એ નવો રેકોર્ડ બનાવ્યો હતો.

 
First published: May 27, 2018, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading