મહિલાઓ માટે ગુજરાત સુરક્ષીત નથી એવું સાબિત કરતી અનેક ઘટના બની રહી છે. સામાન્ય મહિલાઓની વાત તો દૂર હવે જાણિતી મહિલાઓ પણ સુરક્ષી નથી. આવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો છે. જામનગરના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા ઉપર હુમલો થાયની ઘટના બની છે. સોમવારે સાંજે પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જાયા બાદ રિવાબા ઉપર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને કોન્સ્ટેબલથી બચાવ્યા હતા. જોકે, રિવાબા ઘટના સ્થળેથી સીધા જ ફરિયાદ કરવા માટે એસપી ઓફિસ પહોંચા હતા.
મળતી માહિતી પ્રમાણે જામનગર પોલીસ હેડક્વાર્ટર, શરૂ સેકશન રોડ સેવાસદનની બાજુમાં સોમવારે સાંજના સમયે રીવાબા ઉપર હુમલો થયાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલના બાઇક સાથે અકસ્માત થયો હતો. જેના પગલે પોલીસ કોન્સ્ટેબલે રિવાબા ઉપર હુમલો કર્યો હતો. રીવાબા ઉપર હુમલો કરના પોલીસ કોન્સ્ટેબલનું નામ સંજય આહિર છે.
Gujarat: Wife of cricketer Ravindra Jadeja, Riva Solanki, allegedly thrashed by a police personnel after the vehicle she was in, hit another police personnel's bike in Jamnagar. SP Jamnagar Pradip Shejul says 'Case registered. Departmental action will be taken against the cop.' pic.twitter.com/KUvl2NRSmg
કોન્સ્ટેબલ રિવાબાને જાહેરમાં જ મારવા લાગ્યો હતો. સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલથી રિવાબાને છોડાવ્યા હતા. ત્યારબાદ રિવાબા ફરિયાદ કરવા માટે એસપી ઓફિસ પહોંચ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે રિવાબા ઉપર હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલને લોકોએ પકડ્યો હતો.
પ્રત્યક્ષદર્શી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ હેડક્વાર્ટર સામે આ બેનને પોલીસવાળો બેફામ મારતો હતો જેનો અમે બચાવ કર્યો છે. અમે બેનને કહ્યું કે ગાડીમાં બેસી જાઓ અને કારનો કાચ બંધ કરી દો. આવા પોલીસ જામનગરમાં કલંક સમાન છે.
જામનગરના એસપી પ્રદિપ સેજુલના જણાવ્યા પ્રમાણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા સોલંકીની કારથી અન્ય પોલીસ કર્મચારીના વાહનને અથડાતા પોલીસ કર્મચારીએ તેમના ઉપર હુમલો કર્યો હતો. જોકે, આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ પોલીસ કર્મયારી ઉપર ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા અત્યારે આઈપીએલ સિઝન 11માં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ તરફથી રમી રહ્યા છે. જેના પગલે તેઓ જામનગરની બહાર વિવિધ સ્થળે ફરી રહ્યા છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર