Home /News /kutchh-saurastra /

ઇન્ડિયા,...ઇન્ડિયા,...ભારતvsપાક. વર્લ્ડકપ મેચને લઇને શું કહે છે જામનગરના યુવાનો

ઇન્ડિયા,...ઇન્ડિયા,...ભારતvsપાક. વર્લ્ડકપ મેચને લઇને શું કહે છે જામનગરના યુવાનો

ઇન્ડિયા,...ઇન્ડિયા,...ભારતvsપાક.

ઇન્ડિયા,...ઇન્ડિયા,...ભારતvsપાક. વર્લ્ડકપ મેચને લઇને શું કહે છે જામનગરના યુવાનો

ભાવિ ક્રિકેટર બનવાનું સપનુ લઇને પ્રેક્ટિસ કરતાં આ યુવાનો પણ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઇને ખુબ જ એક્સાઇટેડ છે. 

    જામનગરઃ ચા-પાનની હોટલથી લઇને ઓફિસોમાં હાલ મોટાભાગે એક જ ચર્ચા ચાલી રહી છે. રવિવારે એટલે કે આવતીકાલે યોજાનારી ભારત-પાકિસ્તાવ વચ્ચે વર્લ્ડકપ ટી-20 મેચમાં કોણ જીતશે. ચોક્કસ પણે ભારતની ટીમ જ જીતશે એમા બે મત નથી પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ભારત અને પાકિસ્તાનની મેચે ભારે ઉત્સુક્તા જગાવી દીધી છે. મોટાભાગની જગ્યાએ હાલ આ મેચની જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટમાં ઉત્કૃષ્ઠ ખેલાડીઓ આપનારા જામનગરમાં ક્રિકેટરસીકો ઘણા છે. જામનગરના યુવાનો આ મેચને લઇને શું કહે છે આવો તેમની પાસેથી જ જાણીએ.

    જામનગરમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ સ્ટેડિયમમાં હાલ અનેક યુવકો અને યુવતીઓ ક્રિકેટની તાલીમ લઇ રહ્યાં છે. આ એજ મેદાન છે જ્યાં એક સમયે ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તાલિમ લીધી હતી. એટલું જ નહીં રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રીસિંહ ચૌહાણ પાસેથી જ આ યુવાનો ક્રિકેટની તાલિમ લઇ રહ્યાં છે. ભાવિ ક્રિકેટર બનવાનું સપનુ લઇને પ્રેક્ટિસ કરતાં આ યુવાનો પણ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઇને ખુબ જ એક્સાઇટેડ છે. તેમને વિશ્વાસ છે કે પાકિસ્તાન સામે ભારતનો જે સારો રેકોર્ડ છે તે આગળ પણ કાયમ જ રહેશે અને ફરીએકવાર ભારત વર્લ્ડકપમાં પાકિસ્તાનને પરાજય આપશે. યુવાનોના મતે રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા મેચ જીતાડશે.

    હાલ અહીં પ્રેક્ટિસ કરતાં એક યુવકે કહ્યું હતું કે અમારા કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ખુબ જ સારા કોચ છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થઇને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલ પોતાનું ઓલરાઉન્ડર પર્ફોર્મન્સ દેશને આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ક્વોલિફાય ગ્રૂપમાં ભારત પાકિસ્તાન એક જ ગ્રૂપમાં સામેલ છે. રવિવારે હાઇવોલ્ટેજ મુકાબલો યોજાનાર છે. ત્યારે રવિવારે સાંજે 7-30 વાગ્યાથી મેચ શરૂ થશે. જામનગરના લોકોને વિશ્વાસ છે કે આ વખતે પણ ભારતની જ જીત થશે.
    First published:

    Tags: India Vs Pakistan, T20 World cup Match

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन