જામનગર: વધુ એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

News18 Gujarati
Updated: January 26, 2019, 10:39 PM IST
જામનગર: વધુ એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
જામનગર પોલીસ સ્ટેશન

જામનગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લીધાના બનાવો સામે આવતાં વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ

  • Share this:
રાજ્યમાં આપઘાતની ઘટનાઓ ખુબ વધી રહી છે. કોઈને કોઈ વ્યક્તિ આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યાથી આપઘાત કરે છે. રાજ્યમાં સૌથી વધુ આપઘાતના બનાવમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓનો સમાવેશ વધારે જોવા મળે છે. આજે પણ એક વિદ્યાર્થીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધુ હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાંથી વધુ એક વિદ્યાર્થીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. કાલાવડ નાકા બહાર વિસ્તારમાં વસવાટ કરતી એક કોલેજિયન વિદ્યાર્થીએ આજે બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે.

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર, કલ્યાણ ચોકમાં વસવાટ કરતાં મનહરભાઈ પંડ્યાના યુવાન પુત્ર પ્રિયાંક પંડયાની 27 વર્ષની બહેન બીમારીથી થોડા સમય પૂર્વે અવસાન પામી હતી, ત્યારથી ભાઈ પ્રિયાંક ગુમસુમ રહેવા લાગ્યો હતો અને પોતાની બહેનના આઘાતમાં કોલેજના અભ્યાસ દરમ્યાન એટીકેટી આવી હતી.

આ તમામ કારણોસર જામનગરના આશાસ્પદ યુવાને આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપઘાતના આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા ગત ડિસેમ્બર માસમાં અભ્યાસના ટેન્શનમાં, નાપાસ થવાથી કે પેપર નબળા જવાથી કોઈને કોઈ કારણોસર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લીધાના બનાવો સામે આવતાં વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે. ગત તા.15 નવેમ્બરના રોજ જામનગર તાલુકાના બાલંભડીગામના હરપાસિંહ જાડેજાએ બીએસસીમાં છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં નાપાસ થતાં આપઘાત કરી લીધો હતો. ડીસેમ્બરના રોજ ધ્રોલના ગોકુલપાર્કમાં રહેતાં હરપાલસિંહ જાડેજાની આઠમાં ધોરણમાં ભણતી 14 વર્ષની પુત્રી નિકિતાબાએ અભ્યાસના ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો.
First published: January 26, 2019, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading