જામનગર: કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો, 40થી વધારે ગુનામાં વૉન્ટેડ

જામનગર: કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો, 40થી વધારે ગુનામાં વૉન્ટેડ
ફાઇલ તસવીર.

વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

 • Share this:
  જામનગર: કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel)ની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન (London) ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેન (Dipen Bhadran)ને જામનગર (Jamnagar) મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 40થી વધારે ગુના નોંધાયેલા છે. જયેશ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતા. આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેશ સામે ગુનો નોંધાયેલો છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્ટરપોલ તરફથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સરકાર તરફથી બહુ ઝડપથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. હવે પછી કાયદેસરની વિધિ કરીને જયેશ પટેલને ગુજરાત લાવવામાં આવશે.  આ પણ વાંચો: શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

  જયેશ પટેલ અને તેના 14 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ

  ગુજરાત સરકારે ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime- GujCTOC) કાયદો અમલી બનાવ્યો છે.  આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના14 સાગરીતો સામે જામનગર પોલીસે પ્રથમ વખત ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ સિન્ડિકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો. જયેશ વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો અને લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. આ મામલે જયેશના આઠ સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે.

  આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢી

  દીપેન ભદ્રેનની વરણી બાદ જયેશની મુશ્કેલી વધી હતી

  જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના પાપનો ઘડો ભરાયા બાદ જામનગરના નવા જિલ્લા પોલીસ વડા તરીકે દીપેન ભદ્રનની નિમણૂક કરાઈ હતી. જે બાદમાં તેના સાગરીતોની ધરપકડની સીલસીલો શરૂ થયો હતો. જે બાદમાં હવે ખૂદ જયેશ પટેલને પકડી પાડવામાં આવ્યો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે ભૂતકાળમાં અલગ અલગ ઓડિયો ક્લિપ વહેતી કરી હતી. જેમાં તેણે જામનગરના સ્થાનિક રાજકીય અગ્રણીઓ વિશે કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી. જે બાદમાં જયેશ પટેલને નાથવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આઇપીએસ અધિકારી દીપેન ભદ્રનની જામનગર બદલી કરવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:March 17, 2021, 08:52 am

  ટૉપ ન્યૂઝ