જામનગર: 'રાત્રે કોઈ નથી મળવા આવ જે', પ્રેમિકાના પરિવારે ખેતરમાં ઝાડે બાંધી પ્રેમીનું ઢીમ ઢાળી દીધુ

જામનગર: 'રાત્રે કોઈ નથી મળવા આવ જે', પ્રેમિકાના પરિવારે ખેતરમાં ઝાડે બાંધી પ્રેમીનું ઢીમ ઢાળી દીધુ
પ્રેમિકાના પરિવારે પ્રેમીની હત્યા કરી

પ્રેમિકાના પરિવારે કાવતરૂ ઘડી પ્રેમિકા પાસે ફોન કરાવી ખેતરે બોલાવ્યો, ઝાડે બાંધી લાકડાના ધોકાથી ઢોર માર મારી મુન્નાને મોતને ઘાટ ઉતાર્યો

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર : કળિયુગમાં નજર બગડે એટલે ગમે ત્યારે અંજામ બૂરો આવે એ ચોક્કસ છે. આવું જ કંઈક બન્યું છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે, જ્યાં એક યુવાન ની ખેતમજૂર દંપતી અને તેની પુત્રી તેમજ પુત્રવધુ સહિતના ચારેય સભ્યોએ ઝાડ સાથે બાંધી લાકડાં ના ધોકા થી માર મારી ઢીમ ઢાળી દીધું છે. ખેતમજૂરી કરતા દંપતીની અપરણિત પુત્રી સાથે યુવાનને બંધાયેલો પ્રેમ સંબંધ માં આ હત્યા નિપજવાઈ હતી. પોલીસે ચારેય આરોપીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  જામનગર જિલ્લામાં આવેલ કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામ માં નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની વાડી વીરમભાઇ બટુકભાઇ ગમારા એ વાવવા માટે રાખી હતી.વિરામભાઈએ પણ આ જમીન સવજીભાઇ માધાભાઇ બારીયા (નાયક) અને ગુંજીબેન સવજીભાઇ બારીયા (નાયક), સીમીબેન ભાવેશભાઇ બારીયા અને નાનીબેન સવજીભાઇ બારીયા રહે-બધા મુળ છોટાઉદેપુર વાળાઓને વાવવા આપી હતી. દરમિયાન વિરામભાઈના મિત્ર 38 વર્ષીય મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા જાડેજા વિરમભાઇ સાથે અવારનવાર વાડીએ જતા આવતા હતા. જેમાં મુન્નાને અપરણિત નાનીબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આશરે છ માસથી પ્રેમ સબંધમાં બંને અવારનવાર મળતા હતા. બંનેના આ સંબંધ અંગે તેણીના માતા-પિતાને ખબર પડી ગઈ હતી. જેથી મુન્નાને પતાવી દેવા કાવતરું રચવામાં આવ્યું હતું.  આ પણ વાંચોરાજકોટમાં દર્દનાક ઘટના : પ્રેમમાં અંધ માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો

  આ અંતર્ગત ખેતમજૂર પરિવારના ચારેય સભ્યોએ ભેગા મળી મહાવીરસિંહને મારી નાખવાનુ કાવતરૂ રચ્યું હતું, અને મુન્નાને શનિવારે રાત્રે વાડીએ બોલાવ્યો હતો. બંને 10 એપ્રિલના બપોરના આશરે બે વાગ્યા આસપાસ વાડીએ મળેલ ત્યારે પ્રેમિકાએ મુન્નાને આજે રાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજો, એવી વાત કરી હતી. જેથી રાત્રે સાડા આઠેક વાગ્યે મુન્નો વાડીએ પ્રેમિકા નાનીબેનને મળવા ગયો હતો. જ્યાં પ્રથમથી જ વાટ જોઈ બેઠેલા તેણીના માતા પિતા ભાભીએ મુન્નાને જેમ ફાવે તેમ ભુંડા બોલી, દોરડા વડે ઝાડ સાથે બાંધી, પ્રેમિકા સાહિતનાઓએ લાકડાના ધોકા વડે અડધો કલાક માર માર્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મુન્નાનું મૃત્યુ નીપજયું હતું.

  આ પણ વાંચો - રાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા, કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો

  માર મારવાનો આ બનાવ હત્યામાં પલટાયો છે. આ ચકચારી બનાવ અંગે જાણ થતાં જ મૃતકના ભત્રીજા ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઇ સુખદેવસિંહ ઘોઘુભા જાડેજા સહિતનાઓએ પોલીસને જાણ કરી હતી. જેથી કાલાવડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈને મૃતકનો કબ્જો સંભાળી ખેતમજૂરી કરતા ચારેય શખ્સો સામે હત્યા અને કાવતરા સબબ ફરિયાદ નોંધી અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના PSI હિરલ વી. પટેલ અને તેમની ટીમે ચારેય આરોપીઓને ઝડપી લઈ કોવિડ ટેસ્ટ કરાવવા અંગે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published:April 11, 2021, 22:41 pm

  ટૉપ ન્યૂઝ