જામનગર : તબીબી વિદ્યાર્થીએ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ કર્યો આપઘાત

જામનગર : તબીબી વિદ્યાર્થીએ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ કર્યો આપઘાત
જામનગર મેડિકલ સ્ટુડન્ટે કર્યો આપઘાત

એમ. પી. શાહ મેડીકલ કોલેજમા એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષનો તબીબ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં કયા વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ કેમ્પસમાં તાલીમ લઇ રહેલા પ્રથમ વર્ષના તબીબી વિદ્યાર્થીએ અકળ કારણોસર પોતાના રૂમમાં જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે મેડીકલ કેમ્પસ અને હોસ્પિટલના તબીબ વર્તુળોમાં ખબર પડતાં જ ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પણ દોડી આવ્યા હતા અને આ અંગે વિદ્યાર્થીના વાલીને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

    જામનગરના એમ.પી. શાહ મેડીકલ કેમ્પસ માં રહેતાં અને મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલ ના તાલીમી તબીબે પી. જી. હોસ્ટેલ ના છઠ્ઠા માળે 608 નંબરના રૂમ માં આપઘાત કરી લીધો હતો. જો કે ક્યા કારણસર તેણે આ પગલું ભરી લીધું છે,તે વિગતો જાણવા માટે અલગ-અલગ દિશામાં પોલીસે તપાસ આદરી છે.



    જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજમા એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબ કે જે, પી. જીમાં અભ્યાસ કરતા અને પી.જી. હોસ્ટેલમાં રૂમ નંબર 608માં રહેતા મૌલિક પીઠવા નામના વિદ્યાર્થી તબીબે આજે હોસ્ટેલના છઠ્ઠા માળે પોતાના રૂમ માં એનેસ્થેસીયાનાં ઈંજેક્શનનો ઓવરડોઝ મેળવી લઈ આપઘાત કરી લીધો હતો.

    આ બનાવ અંગે હોસ્પિટલ તેમજ કોલેજ સ્ટાફે પહોંચી જઇ પોલીસને જાણ કરી હતી. જો કે બનાવ પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.

    પોલીસે મેડિકલ કેમ્પસમાં જઈને મૃતક વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરી રૂમ પાર્ટનરોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તબીબી વિદ્યાર્થી મૌલિક પીઠવા મૂળ રાજકોટનો રહેવાસી છે, અને એક વર્ષથી એનેસ્થેસિયા વિભાગમાં અભ્યાસ કરી રહ્યો છે. રાજકોટ થી તેના પરિવારજનો જામનગર આવી પહોંચ્યા છે. અને હાલ પોલીસ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:June 08, 2021, 20:41 pm

    ટૉપ ન્યૂઝ