જામનગર: પતિ-પત્ની વચ્ચે મારા મારીનો Video વાયરલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પતિની થઈ અટકાયત

જામનગર: પતિ-પત્ની વચ્ચે મારા મારીનો Video વાયરલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પતિની થઈ અટકાયત
જામનગર વીડિયો વાયરલ

લગ્નના 15 વર્ષ બાદ પણ બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો એટલો વણસ્યો કે મારા મારી પર આવી ગયો, પત્નીની ફરિયાદ બાદ પતિની અટકાયત

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: જામનગર શહેર (Jamnagar)માં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલતા ગજગ્રાહમાં પતિએ પત્ની (Husband Wife Fight)ને માર મારવાનો વીચલીત કરતો વિડીયો વાયરલ (Video Viral) થયો છે. પતિ પત્નીના ઝગડાની આ ઘટના જામનગર પોલીસ (Jamnagar Police) મથકે પહોંચી છે અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચતા પોલીસે પત્નીને મારવા અંગે પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેતા કપલના 15 વર્ષના લગ્ન જીવનમાં તેમને સંતાનમાં એક દીકરો પણ છે. ત્યારે લગ્નના આટલા વર્ષ બાદ પણ બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો એટલો વણસ્યો કે મારા મારી પર આવી ગયો. News18 ગુજરાતી આવી પ્રકારે મહિલા પર થઈ રહેલા અત્યારની નીંદા કરે છે.  પત્નીએ પોલીસને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પતિ અને તેમના વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઇને પતિ-પત્ની એક જ મકાનમાં અલગ-અલગ વસવાટ કરી રહ્યા છે. પતિ પોતાના મકાનમાં નીચે રહે છે, જ્યારે તેમના પત્ની ઉપરના ભાગે અલગથી રહે છે અ,ને બંને વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસને લઈને બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, તેવામાં તાજેતરમાં જ પત્ની કડાઈ લેવા માટે ગયા હતા અને સામાન્ય બોલાચાલી બાદ એકાએક પતિએ ઉપર આવીને હુમલો કરી દીધો હતો.  આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને પતિ-પત્નીનો બંધ બારણાના કંકાસનો, વીડિયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  આ પણ વાંચો - જામનગર : તબીબી વિદ્યાર્થીએ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ કર્યો આપઘાત

  જામનગરમાં પતિ-પત્નીના કંકાસનો આ બનાવ શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચતા પત્નીએ સમગ્ર ઘટનાને લઈને પોતાના પતિ વિરુદ્ધ વારંવાર દુઃખ ત્રાસ ગુજારી માર મારવા અંગે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એમ.એલ.ઓડેદરાએ તપાસ હાથ ધરી મારકુટ કરનાર પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published:June 09, 2021, 20:42 pm

  ટૉપ ન્યૂઝ