કિંજલ કારસરીયા, જામનગર: અનૈતિક સંબંધોનો અંત હંમેશા ખરાબ જ હોય છે. જામનગર(Jamnagar)ના લાલપુર પંથકમાં પણ કંઈક આવુ જ બન્યું છે. તાજેતરમાં જ લાલપુર(Lalpur)ના ગજણાની નદી પાસેથી મળેલી યુવાનની હત્યા(Murder) પાછળ પણ કંઈક આવી જ ઘટના કારણભૂત હોવાનું સામે આવ્યું હતું.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં જામનગરના એક યુવાનની તાજેતરમાં જ નિર્મમ હત્યા નીપજાવાઇ હતી. જે હત્યા પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું બહાર આવ્યા પછી પોલીસે મધ્ય પ્રદેશ સુધી તપાસનો દોર લંબાવ્યો હતો, અને હત્યારા આરોપીને પકડી પાડયો છે. પોલીસે આરોપીએ લૂંટી લીધેલી રોકડ રકમ મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા છે. ઉપરાંત હત્યામાં વપરાયેલુ હથિયાર પણ કબજે કર્યું છે. હત્યાની ઘટનાને અંજામ આપી મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવ્યા પછી મોબાઈલ નદીમાં નાખ્યો હોવાથી તરવૈયાની મદદથી બહાર કઢાવી લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના ગજણા ગામની સીમમાં ચાર દિવસ પહેલા પરોઢીયાના સમયે જામનગરના વતની જયેશ કરમશીભાઈ મધોડીયા નામના ૨૫ વર્ષના યુવાનની હત્યા નીપજાવાઇ હતી, જે હત્યાના બનાવ અંગે પોલીસે હત્યા તેમજ લુંટ અંગેનો ગુનો નોંધ્યો હતો, અને તપાસનો દોર છેક મધ્ય પ્રદેશ સુધી લંબાવ્યો હતો. તપાસમાં અનૈતિક સંબંધોને કારણે હત્યા નિપજાવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોટીરાફુદડ ગામમાં રહીને મજૂરી કામ કરતી પરપ્રાંતીય આદિવાસી મહિલા સાથે મરનારને અનૈતિક સંબંધો હોવાથી આદિવાસી યુવતીના પતિએ હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ: PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી આપ્યો મેથીપાક
પોલીસ સૂ્ત્રો અનુસાર, લાલપુર પોલસની ટુકડીએ તપાસનો દોર લંબાવ્યો હતો અને ભાગી છૂટેલા આરોપી સામરીયા ઉર્ફે શંકર જાઇતરા નામના શખ્સની અટકાયત કરી લીધી હતી, અને જામનગર લઈ આવ્યા પછી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતા હત્યા અને લૂંટના બનાવમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. લાલપુર પોલીસની પુછપરછ દરમિયાન પોતાની પત્નિ સાથે મરનારા વ્યક્તિને અનૈતિક સંબંધ ધરાવતો હોવાથી અને તે અંગેની જાણકારી થઈ જતાં અગાઉથી જ મારી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
લગ્નમાં 100 લોકોને જ મંજૂરી: 'દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે ના કોને પાડવી?'
આરોપીએ પોલીસને જણાવ્યું કે, બનાવના દિવસે મૃતક યુવાન જયેશ તેની પત્નીને એક નિર્જન સ્થળે મળવા આવતા પોતે છૂપાઈને જ બેઠો હતો, અને અચાનક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારપછી તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને રોકડ રકમ ભરેલા પર્સની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. પોતાની પત્ની અને ત્રણે બાળકોને પણ જુદા જુદા વાહનો મારફતે મધ્યપ્રદેશ પોતાના વતનમાં લઈ ગયો હતો, પરંતુ પોલીસે પીછો કરીને પકડી પાડયો હતો. પોલીસની વધુ પૂછપરછમાં આરોપીએ મોબાઇલ ફોન બાજુની એક નદીમાં નાખી દીધો હતો. જ્યારે તેનું પાકીટ પણ બાજુના વિસ્તારમાં ફેંકી દીધું હતું અને તેમાંથી એક હજારની રોકડ રકમ કાઢી લીધી હતી. જેથી પોલીસે રોકડ રકમ કબજે કરી લીધી છે, જ્યારે તેણે નદીમાં ફેંકેલો મોબાઇલ ફોન તરવૈયાની મદદથી બહાર કઢાવી લીધો છે, અને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. હાલ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.