Home /News /kutchh-saurastra /

જામનગરઃ ભીખારીનો વેશ ધારણ કરી હાથમાં કટોરા સાથે અનોખો વિરોધ

જામનગરઃ ભીખારીનો વેશ ધારણ કરી હાથમાં કટોરા સાથે અનોખો વિરોધ

જામનગર મહાનગરપાલિકાના મેયરે વિરોધપક્ષના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો હતો

જામનગર મહાનગરપાલિકાના મેયરે વિરોધપક્ષના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો હતો

    જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત છે. હાલ મનાપાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. આને લઈને વિરોધપક્ષના કોર્પોરેટરોએ ભીખારીની વેશભૂષા ધારણ કરીને લાલ બંગલા સર્કલ ખાતે હાથમાં કટોરો લઇ લોકો પાસે ભીખ માંગી હતી.

    હાલ જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. આ અંગે વિરોધ પક્ષે નવતર રીતે વિરોધ કર્યો હતો. જેમાં વિરોધપક્ષના કોર્પોરેટરો ભીખારીની વેશભૂષા ધારણ કરીને દેખાવમાં જોડાયા હતા. તમામે આક્ષેપ કર્યો હતો કે ભાજપના મનાપાના સત્તાધિશોની અણઆવડતને કારણે તિજોરી તળિયા ઝાટક થઇ ગઈ છે.

    કર્મચારીઓના પગાર પણ નથી થતા ત્યારે સત્તાધારીઓની પોલ લોકો સમક્ષ ખોલવા માટે વિરોધપક્ષના કોર્પોરેટરો ભીખ માંગવા રોડ ઉપર ઉતારી આવ્યા હતા. વિપક્ષના કોર્પોરેટરો હાથમાં કટોરા લઇને લોકો પાસે ભીખ માગતા નજરે પડતા હતા. આ ભીખ માંગવામાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ જોડાયા હતા. લોકો પાસેથી એકત્ર કરેલા પૈસા કટોરા સાથે મેયરને અર્પણ કરવામાં આવ્યા હતા.

    જામનગર મહાનગરપાલિકાના મેયરે વિરોધપક્ષના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો હતો. મેયરે કહ્યું હતું કે અહીં કોઈ પણ ભેદભાવ વગર કામ થાય છે. મેયરે લોકોને ટેક્સ ભરવા અપીલ કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Councillor, JMC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन