જામનગર એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

News18 Gujarati
Updated: May 4, 2019, 3:41 PM IST
જામનગર એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
ફાઇલ તસવીર

એનેસ્થેસિયા વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો તબીબ વિધાર્થી ન્યુ પી.જી.હોસ્ટેલમા તેમના રૂમમાં પલંગ પરથી નીચે પડી ચુકેલી હાલતમાં મળી આવ્યા હતો.

  • Share this:
રવિ બુદ્ધદેવ, જામનગરઃ તાજેતરમાં વડોદરામાં એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યાં જ શુક્રવારે સાંજે જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના એક તબીબ વિધાર્થીનું શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ ચેન્નઈનો રહેવાસી દિનેશકુમાર રઘુનાથકુમાર નામનો યુવક જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. એનેસ્થેસિયા વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો તબીબ વિધાર્થી ન્યુ પી.જી.હોસ્ટેલમા તેમના રૂમમાં પલંગ પરથી નીચે પડી ચુકેલી હાલતમાં મળી આવ્યા હતો. ત્યાર બાદ તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલના મેડીકલ ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડીન ડો.નંદીની દેસાઈ સહિતની ટીમ પણ હાજર રહી હતી. દિનેશકુમારને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા પણ તે બચી શક્યો ન્હોતો.

તબીબી છાત્ર દિનેશકુમારના મોત બાદ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે મૃતક છાત્રને બ્લડપ્રેશરની બીમારી હતી. કદાચ તેના કારણે તેને હાર્ટઅટેક કે બ્રેઈનસ્ટ્રોકથી મોત થયું હોય શકે છે. છતાં પણ મૃતકના પિતાના ચેન્નઈ જાણ કરી દેવામાં આવી છે.

જો તે અનુમતી આપશે તો મૃતકના મોત માટે અન્ય કોઈ કારણ છે કે કેમ તેના માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ બ્રેઈન સ્ટ્રોક કે હાર્ટએટકે હોવાનું અંતે તેને જણાવ્યું હતું.
First published: May 4, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading