જામનગરઃ વકીલ કિરીટ જોશીની હત્યામાં સરકારે આપી ત્વરિત તપાસની ખાતરી

News18 Gujarati
Updated: April 30, 2018, 3:14 PM IST
જામનગરઃ વકીલ કિરીટ જોશીની હત્યામાં સરકારે આપી ત્વરિત તપાસની ખાતરી

  • Share this:
જામનગરમાં શુક્રવારે સાંજે જાણીતા વકીલની કિરીટ જોશીની જાહેરમાં છરીના ઘા મારીને કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે સોમવારે આજે વિવિધ શહેરોમાં વકીલો કોર્ટની કાર્યવાહીથી અળગા રહ્યા હતા. આ મામલે રાજ્યના એડ્વોકેટ જનરલે ગૃહમંત્રી પ્રદીપસિંહનો સંપર્ક કરીને કોર્ટમાં કામ કરતા વકીલોની સુરક્ષા પ્રશ્ને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કમલ ત્રિવેદીએ પ્રદીપસિંહનો સંપર્ક કર્યા બાદ સરકાર દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

જામનગરમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા

શહેરના ખ્યાતનામ વકીલની જાહેરમાં છરીના ઘા મારીને કરવામાં આવેલી હત્યા બાદ સોમવારે આ મુદ્દે શહેરના વકીલ મંડળો દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. વકીલ મંડળ દ્વારા સોમવારે કોર્ટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમજ મોટા ભાગના વકીલો કોર્ટની કાર્યવાહીથી અળગા રહ્યા હતા. બીજી તરફ આ હત્યાના પડઘા અન્ય શહેરમાં પણ પડ્યા હતા. અમદાવાદ ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ વકીલ એસોસિએશને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. વકીલો લગભગ બે કલાક સુધી કોર્ટની કાર્યવાહીથી અળગા રહ્યા હતા. આ મામલે વકીલોએ અસીલો અને પોલીસને પણ કોર્ટમાં જતા રોક્યા હતા. વકીલ મંડળોએ એવી માંગણી કરી છે કે સરકારી કર્મચારીઓ પર હુમલા થાય છે ત્યારે તેમને રક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે વકીલોને પણ રક્ષણ પૂરું પાડવામાં આવે.

શું છે કેસ?

શુક્રવારે સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરા ઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ છરી લઈને રસ્તાની વચ્ચે જ કિરીટ જોશી પર તૂટી પડ્યો હતો. આ સમયે અનેક લોકો અહીં હાજર હતા પરંતુ કોઈ પણ તેમના બચાવમાં આવ્યા ન હતા.

ઘટના સીસીટીવામાં કેદઆ હત્યા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, હત્યારો છરી લઈને કિરીટ જોશી પર તૂટી પડે છે. કિરીટ જોશી ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ ઉપરા ઉપરી છરીના ઘા વાગવાને કારણે તેઓ ત્યાં જ જમીન પર ફસડાઈ પડે છે.

100 કરોડની જમીન કૌભાંડમાં વકીલ હતા કિરીટ જોશી

નોંધનીય છે કે કિરોટી જોશી જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતા. આ કૌભાંડમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
First published: April 30, 2018, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading