જામનગર પોલીસનું 'ઓપરેશન રેડ હેન્ડ': કિરીટ જોશીના હત્યારાઓને દબોચવા પોલીસે કર્યો હતો વેશપલટો

જામનગર પોલીસનું 'ઓપરેશન રેડ હેન્ડ': કિરીટ જોશીના હત્યારાઓને દબોચવા પોલીસે કર્યો હતો વેશપલટો
આરોપીઓ સાથે પોલીસની ટીમ.

વકીલ કિરીટ જોશીની હત્યા માટે ઝડપાયેલા આરોપીઓમાંથી હાર્દિક ઠક્કર અને જયદેવ ગઢવી બાઈક લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પૂર્વે દિલીપ ઠક્કરે રેકી કરી હતી.

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના બહુચર્ચિત વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણ (Jamnagar lawyer Kirit Joshi murder case)માં જામનગર પોલીસે વેશપલટો કરી ખાસ 'ઓપરેશન રેડ હેન્ડ' હાથ ધરી કોલકાત્તાથી સ્થાનિક પોલીસની મદદ લઈને નદી કિનારેથી મુખ્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે બાદમાં ત્રણેય આરોપીને જામનગર (Jamnagar) લાવવામાં આવ્યા હતા. જામનગરમાં 28 એપ્રિલ 2018ની રાત્રે ટાઉનહોલ જેવા પોશ વિસ્તારમાં આવેલા જ્યોત ટાવર પાસે રસ્તા પર જ વકીલ કિરીટ જોશીની સરાજાહેર છરીના ઉપરાછાપરી ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી. જામનગરના ચકચારી ઈવા પાર્કના જમીન કૌભાંડ (Land scam)નો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની હત્યા થતાં જ શંકાની સોઇ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel) ઉપર ટંકાઈ હતી. જયેશ પટેલના ઈશારે વકીલ કિરીટ જોશીની સરાજાહેર સોપારી આપી હત્યા કરાયાનું પોલીસ ચોપડે નોંધાયું હતું.

  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. વકીલની સરાજાહેર હત્યા થતાં તેના ઘેરા પ્રત્યાઘાત આખા રાજ્યમાં પડ્યા હતા. આ હત્યા બાદ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ભાગી છૂટ્યો હતો અને આજ દિવસ સુધી જામનગર પોલીસને હાથે લાગ્યો નથી. ત્યારે જ આ હત્યા કેસમાં મુખ્ય ત્રણ આરોપીને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વૉડે વેશપલટો કરી કોલકાત્તામાં બે દિવસ ધામા નાખ્યા હતા અને સ્થાનિક પોલીસની મદદથી કોલકાત્તાની નદી કિનારેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ આખું ઓપરેશન એસ.પી. દીપેન ભદ્રેન અને એલસીબી પી.આઈ. કિરણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.  આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢી  જામનગર પોલીસ સૌપ્રથમ કોલકાત્તામાં નદી કિનારે આવેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પાછળના ભાગે દિલીપ ઠક્કર નામનો આરોપી છૂપાયો હતો ત્યાં પહોંચી હતી તેને દબોચી લીધો હતો. બાદમાં તેની પાસે બેઠેલા જયદેવ ગઢવી અને દિલીપ ઠક્કરના ભાઈ હાર્દિક ઠક્કરને પેરોલ ફર્લો સ્ક્વૉડના પીએસઆઇ એ.એસ ગળચર અને તેમની ટીમે ઝડપી લીધો હતો. આ વખતે ટીમે મુસ્લિમ પોષાક ધારણ કર્યો હતો.

  આ પણ વાંચો:  શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર  ઓપરેશન રેડ હેન્ડની ટીમ

  1. એ.એસ.ગળચર (PSI, પેરોલ ફર્લો સ્ક્વૉડ)
  2. આર.બી. ગોજીયા (PSI, લોકલ ક્રાઈમ બ્રાંચ)
  3. કાસમ બ્લોચ (હેડ કોન્સ્ટેબલ)
  4. ગજેન્દ્રસિંહ જાડેજા (હેડ કોન્સ્ટેબલ)
  5. ધર્મેન્દ્ર વૈષ્ણવ (પોલીસ કોન્સ્ટેબલ)
  6. ધર્મેન્દ્રસિંહ જાડેજા (ડ્રા. ASI)  જામનગર પોલીસ આ 6 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી 'ઓપરેશન રેડ હેન્ડ' હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી જામનગર લાવી છે. તમામને એલસીબી ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે પોલીસના ચહેરા પર સફળતાની ખુશી જોવાા મળી હતી. હવે આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ  હત્યા કેસમાં આરોપીની ભૂમિકા

  વકીલ કિરીટ જોશીની હત્યા માટે ઝડપાયેલા આરોપીઓમાંથી હાર્દિક ઠક્કર અને જયદેવ ગઢવી બાઈક લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પૂર્વે દિલીપ ઠક્કરે રેકી કરી હતી. હાર્દિક ઠક્કરે છરીના 20 જેટલા ઘા મારી કિરીટ જોશીની હત્યા નિપજાવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:March 18, 2021, 07:41 am

  ટૉપ ન્યૂઝ