જામનગર: વકીલની હત્યાના સીસીટીવી આવ્યા સામે, ભૂમાફિયા જયેશ સામે નોંધાઈ ફરિયાદ

kiran mehta
Updated: April 29, 2018, 5:24 PM IST
જામનગર: વકીલની હત્યાના સીસીટીવી આવ્યા સામે, ભૂમાફિયા જયેશ સામે નોંધાઈ ફરિયાદ

  • Share this:
જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં મુતકના ભાઈએ ભૂમાફિયા જયેશ રાણપરીયાએ હત્યા કરાવ્યાની પોલીસમાં ફરિયાદ નોધાઈ છે. ભૂમાફિયા જયેશ પટેલ સામે પોલીસે ગુન્હો નોધી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હોવાનું એસપી પ્રદીપ સેજુલ માહિતી આપી હતી

જામનગરમાં ટાઉન પાસે વકીલ કિરીટ જોશીની ઉપર ગભીર હુમલો કરેલ હતો તેને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઇ જતા હતા, ત્યારે કિરીટ જોશીએ જયેશ પટેલનું નામ આપેલ હતું તેથી હત્યાના મામલે આજે મુતકના ભાઈએ નોધાવી હતી કે કિરીટ જોશીને મરાવનાર જયેશ પટેલ છે. તેથી પોલીસે જયેશ પટેલ સામે આ હત્યાનો ગુન્હો નોધ્યો હોવાનું એસ પી પ્રદીપ સેજુલે જણાવ્યું હતું.

વકીલ કિરીટ જોશી ઉપર છરીના ધા મારેલ હતા, જયારે વકિલને હોસ્પિટલ લઇ જ્તા હ્તા ત્યારે જમીન કોભાડમાં સંડોવાયેલા જયેશ પટેલે આ હુમલો કરાવ્યો હોવાનું તેના આસિસ્ટન્ટને મુતક કીરીટ જોશીએ કહ્યું હતું.

જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસની તપાસ માહિતી એસ પી પ્રદીપ સેજુલે આપતા જણાવ્યું હતું કે, પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં એક ટીમ ટેકનીકલ રીતે તપાસ કરે છે. બીજી ટીમ સી સી ટી વી કેમેરાઓના આધારે તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યા અંગે પોલીસે ૧૦ થી ૧૨ રાઉન્ડ અપ કર્યા છે. આ શકમંદ શખ્શોની સધન પૂછપરછ હાથ ધરી હોવાનું એસ પી પ્રદીપ સેજુલ જણાવ્યું હતું. આ હત્યા એક કાવતરું છે કારણ કે જે રીતે છરી ના ઘા મારવાના સી સી ટી વી કબજે કરેલ છે તેના આધારે આ હત્યાના આરોપીને સોપારી અપાઈ હોવા અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે,

વકીલ કિરીટ જોશીની હત્યા અંગે કાવતરું ધડાયું હોવાનું બહાર આવ્યું છે. ૧૦ થી ૧૨ શકમંદ શખ્શોની સાધન પૂછપરછ હાથ ધરી છે.જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાને લઇ તરહ તરહની ચર્ચા જાગી છે, ત્યારે પોલીસ માટે પણ એક વકીલની હત્યાના આરોપીને ઝડપભેર પકડી પાડવા પડકાર ઉભો થયો છે.
First published: April 29, 2018, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading