Home /News /kutchh-saurastra /

Jamnagar: જ્યોતિબાફૂલે કોમ્પ્યુટર કલાસમાં ગરીબ પરિવારના યુવક યુવતીઓને નિઃશુલ્ક તાલીમ અપાશે

Jamnagar: જ્યોતિબાફૂલે કોમ્પ્યુટર કલાસમાં ગરીબ પરિવારના યુવક યુવતીઓને નિઃશુલ્ક તાલીમ અપાશે

બોધીસત્વ

બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા જ્યોતિબાફુલે કોમ્પ્યુટર ક્લાસ શરુ કરાયા

6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબા સાહેબના પરિનિર્વાણ નિમિતે જ્યોતિબા ફૂલે કોમ્પ્યુટર ક્લાસ શરુ કરવામાં આવ્યા છે. 

    જામનગર: છેલ્લા અનેક વર્ષોથી જામનગર (Jamnagar) શહેર અને જિલ્લાના યુવાનો માટે શૈક્ષણિક પ્રવૃતિઓમાં મદદરૂપ થતા બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃતિ શરુ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબા સાહેબના પરિનિર્વાણ નિમિતે જ્યોતિબા ફૂલે કોમ્પ્યુટર ક્લાસ શરુ કરવામાં આવ્યા છે. આ તકે મિશન ખાખી 2021 અંતર્ગત પોલીસ કોંસ્ટેબલની (Police constable) તૈયારી કરતી બહેનોની ફિઝિકલ અને થિયેરિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પુર્ણાહુતી કાર્યક્રમ પણ યોજાયો હતો.

    બોધિસત્વ ફાઉન્ડેશન જામનગર દ્વારા કામદાર કલ્યાણ કેન્દ્ર, ૪૯ દિ.પ્લોટ રોડ, જામનગર ખાતે શરુ કરવામાં આવેલા આ જ્યોતિબાફૂલે કોમ્પ્યુટર કલાસમાં ગરીબ પરિવારના યુવક યુવતીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતીથી તરીકે જામનગર કોર્પોરેશનના કમિશનર વિજય ખરાડી તથા બહુજન બિઝનેસમેન સંજયભાઈ મકવાણા, શહેરની જાણીતી એપલ હોસ્પિટલના ડૉ. ભરત કુમાર, ડૉ કલ્પેશ મકવાણા અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો: Bopal Drugs Caseમાં મોટો ખુલાસો: નીલ પટેલ દર અઠવાડિયે લાખોનું ડ્રગ્સ ખરીદતો હતો

    આ સિવાય બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા 70 દીકરીઓમાં પોલીસની ભરતીના નિઃશુલ્ક ફિઝિકલ અને થિયેરિકલ કલાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દીકરીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ક્લાસના પુર્ણાહુતી કાર્યક્રમમાં આ 70 દીકરીઓના માતા-પિતાને બોલાવવામાં આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन