જામનગર જીલ્લાના જોડિયા તાલુકાની જોડિયા ગ્રામ પંચાયતના કર્મચારીઓના આઠ આઠ મહિનાથી પગાર વિહોણા છે. એક એક કર્મચારીઓના દોઢથી રૂ ૫ લાખ જેટલા બાકી છે. ત્યારે રાજય સરકાર ગ્રામ પંચાયતના કર્મચારીઓનું શોષણ કરી રહી છે. પગારને લીધે સમાજિક મુશ્કેલીઓ થી કર્મચારીઓથી હેરાન પરેશાન છે.
જોડિયા ગ્રામ પંચાયત આવેલ છે. આ ગ્રામ પંચાયતમાં કુલ ૨૯ કમર્ચારીઓ ફરજ બજાવે છે. પરતું કર્મચારીને નિયમિત પગાર ચુકવવા આવતો નથી. હાલ જોડિયા ગ્રામ પંચાયતના હેડ કર્લાક ખુદ સ્વીકારે છે કે એક એક કર્મચારીને દોઢ લાખથી પાંચ લાખ જેટળો પગાર ચુકવવાનો બાકી છે. જોડિયા ગ્રામ પંચાયતમાં કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું હોવાની ફરિયાદ કમર્ચારીઓ કરે છે. સફાઈ સુપર્વાઈઝારનો પણ ૨૭ મહીનાનો પગાર ચુકવવા માવતો નથી. આમ જોડિયા ગ્રામ પંચાયતના કર્મચારી ને લાંબા સમાય થી પગાર શા માટે નિયમિત ચૂકવવા માં આવે તેવી માંગ કમચારીઓ કરી રહ્યા છે.
જોડિયા ગ્રામ પંચાયતના હેડ કર્લાકની સ્થિત પણ નાજુક છે ૧૨ વર્ષથી હેડ કર્લાક તરીકે ફરજ બજાવે છે. પરતું પગાર તો રૂ. ૫ લાખ બાકી છે. જેઅનાથી કુટુંબ ની સ્થિતિ નાજુક થઇ જાય છે.
સફાઈ કામદારો પગાર બાકી રહે તો, જેનાથી ભીખ માંગવાનો સમાય આવ્યો હોવાની ફરિયાદ કરે છે.
જોડિયા ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર બાકી છે તે વાત નો સ્વીકાર ગ્રામ પંચાયતના તલાટી જાડેજાએ સ્વીકારી હતી. જોડિયા ગ્રામ પંચાયતની જે ગ્રાન્ટ ૨૦૦૧માં ૧૮.૪૬લાખ રાજ્ય સરકાર ચૂકવે છે. તેમાં આજે કોઈ વધારો નથી કર્યો. જેનાથી કમર્ચારીનો પગાર થઇ શકતો નથી. હાલમાં કુલ ૨૯ કમર્ચારીઓ ફરજ બજાવે છે. સરકારી ગ્રાન્ટ વધુ મજુર થતી નથી તેથી પગારનો પ્રશ્ને ઉદ્દભવે છે.
ગ્રામ પંચાયત જોડિયાના તલાટી બી. કે. જાડેજાએ કહ્યું કે, જોડિયા ગ્રામ પંચાયતની ઓકટ્રોયની ગ્રાન્ટ નિયમિત મળતી નથી. તેમજ જે ૧૦ ટકા બાકી છે તે પણ સરકાર ચુકવતી નથી.
જોડિયાગરમા પંચાયતના કાર્મચારીઓ વગર પગારે મહેનત કરે છે, જો આવનારા સમાયમાં પગાર નહીં થાય તો કર્મચારીઓ આદોલન કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર