સુરતના રત્નકલાકારનું FB હેક કરી, મહિલાઓને બિભત્સ મેસેજો કરતો ભેજાબાજ ઝડપાયો

News18 Gujarati
Updated: October 12, 2019, 6:36 PM IST
સુરતના રત્નકલાકારનું FB હેક કરી, મહિલાઓને બિભત્સ મેસેજો કરતો ભેજાબાજ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

સુરતના યુવકની તીનપત્તીની 30 લાખની ચિપ્સ મેળવવા માટે ભેજાબાજ કૌશિકે તેનું એકાઉન્ટ હેક કર્યું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: જામનગરનો ભેજાબાજ યુવાન સુરતના રત્નકલાકારનું એકાઉન્ટ હેક કરી, તેના ફ્રેન્ડ લીસ્ટમાં રહેલી પાડોશી અને સંબંધી મહિલાઓને બિભત્સ મેસેજ કરી હેરાન કરતા યુવાનને ઝડપી પાડવામાં સાયબર ક્રાઈમને આખરે સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહેતા અને દિલ્હીગેટ સ્થિત હીરાની કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા એક યુવાનનું ફેસબુક એકાઉન્ટ હતું. પરંતુ તેના જે મોબાઈલ ફોનમાં આ એકાઉન્ટ હતું તે ફોન થોડા સમય પહેલા ગુમ થઈ ગયો હતો. જેથી રત્નકલાકારે યુવાને નવા ફોનમાં નવું એકાઉન્ટ બનાવ્યું હતું. પરંતુ ચાર માસ અગાઉ તેના પાડોશ રહેતી મહિલા અને સંબંધી મહિલા દ્વારા તેના પર ખરાબ મેસેજ કરવા સાથે વિડીયો કોલકરી હેરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જેથી તેને ખબર પડી કે, તેનું ફેસબૂક કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગ કરી રહ્યો છે.

આ મુદ્દે રત્નકલાકારે ગત 27 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન, સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે યુવકનું ફેસબુક એકાઉન્ટ હેક કરી બિભત્સ મેસેજ અને વિડીયો કોલ કરનાર જામનગરના ભેજાબાજ યુવક કૌશિક રમણીકલાલ સંઘાણી ની ધરપકડ કરી હતી.ઝડપાયેલા યુવકની પૂછપરછમાં કરતા તેણે કબુલાત કરી કે, સુરતનો યુવક ફેસબુક લોગ ઈન દ્વારા ઓનલાઇન તીનપત્તી રમતો હતો અને તેમાં તેની સામે તે પણ સાથે રમતો હતો. જેથી સુરતના યુવકની તીનપત્તીની 30 લાખની ચિપ્સ મેળવવા માટે ભેજાબાજ કૌશિકે તેનું એકાઉન્ટ હેક કર્યું હતું. આ સિવાય સુરતના યુવકના એકાઉન્ટમાંથી સંબંધી મહિલાઓ અને પાડોશી મહિલાઓને બિભત્સ મેસેજ અને વિડીયો કોલ કરી હેરાન કરવાની કબૂલાત પણ કરી છે. પોલીસે ભેજાબાજ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर