મનપાની ચૂંટણીમાં જામનગરમાં થયું છે સૌથી વધુ મતદાન, જુઓ મતગણતરીની કેવી છે તૈયારીઓ

મનપાની ચૂંટણીમાં જામનગરમાં થયું છે સૌથી વધુ મતદાન, જુઓ મતગણતરીની કેવી છે તૈયારીઓ
જામનગરમાં આવતીકાલે મહાનગરપાલિકાના મતદાનના મહાપર્વ બાદ હરીયા કોલેજ ખાતે મતગણતરી થનાની છે.

જામનગરમાં આવતીકાલે મહાનગરપાલિકાના મતદાનના મહાપર્વ બાદ હરીયા કોલેજ ખાતે મતગણતરી થનાની છે.

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (Jamnagar) મહાનગરપાલિકાની (Mahanagarpalika) ચૂંટણીનું મતદાન (voting) પૂર્ણ થતા જ 236 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં (EVM) સીલ થયા છે. આ ઇવીએમને જામનગરના હરીયા કોલેજ ખાતે ચુસ્તત બંદોબસ્ત વચ્ચે ચાર અલગ-અલગ સ્ટ્રોંગ રૂમમાં (strong room) સીલ કરી દેવાયા છે.

  જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠક માટે રવિવારે 645 મતદાન મથકો ઉપર મતદાન થયું છે. ગુજરાત રાજ્યમા છ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ 53.64 ટકા મતદાન જામનગરમાં થયું છે. ગત 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2,32,448 મતો પડ્યાા હતા અને જામનગરનું 56.77 ટકા મતદાન થયું હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાનની ટકાવારી ઘટી છે. 21 ફેબ્રુઆરી 2021ના યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 4,88,962 મતદારોમાંથી 2,62,300 મતદારોએ મતદાન કર્યું છે અને આ વર્ષે રાજ્યમા થયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ જામનગરમાં 53.64 ટકા મતદાન થયું છે. આ વર્ષે મહિલાઓ કરતાં પુરુષો મતદાનમાં આગળ રહ્યા છે. જામનગરમાં સ્ત્રીઓએ કરેલ મતદાનની ટકાવારી 49.78 છે જ્યારે પુરુષો એ કરેલી મતદાનની ટકાવારી 57.32 નોંધાઈ છે.  ભાજપના મંત્રીજીની લપસી જીભ, કૉંગ્રેસને મત આપવાનું સંબોધી દીધુ, video viral

  હાલ તો મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જામનગરની જોશીની જનતાએ આપેલા જનાદેશ બાદ ઈવીએમ મશીનો જામનગરની હરીયા કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

  હવે નહિ રહે પેટ્રોલની કિંમતનો ડર: અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવ્યું કમાલનું E-Bike

  જામનગરમાં આવતીકાલે મહાનગરપાલિકાના મતદાનના મહાપર્વ બાદ હરીયા કોલેજ ખાતે મતગણતરી થનાની છે. ત્યારે SRPની ટુકડી, ઉપરાંત 2 PI, 3 PSI અને એક ડઝનથી વધુ પોલીસ કાફલો સતત પહેરો આપી રહ્યો છે અને પોલીસ દ્વારા ઈવીએમ મશીનોને જ્યાં ચાર જેટલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.  ત્યાં આસપાસ સઘન પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. આવતીકાલે સવારે સાત વાગ્યાથી આ સ્ટ્રોંગ રૂમ ખુલશે અને ઇવીએમમાંથી કોણ કોર્પોરેટર બનશે તેના પર જામનગરના મતદારોની મીટ મંડાયેલી છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 22, 2021, 14:44 pm