જામનગરમાં ફરી ધૃણાસ્પદ બનાવ : પતિ સાથે જતી પરિણીતાનું ચાકુની અણીએ અપહરણ કરી બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 17, 2020, 12:21 PM IST
જામનગરમાં ફરી ધૃણાસ્પદ બનાવ : પતિ સાથે જતી પરિણીતાનું ચાકુની અણીએ અપહરણ કરી બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ
રસ્તામાં બે લોકોએ પતિ પત્નીને ધમકાવીને પૂછ્યું હતું કે, અત્યારે ક્યાં જાવ છો.

રસ્તામાં બે લોકોએ પતિ પત્નીને ધમકાવીને પૂછ્યું હતું કે, અત્યારે ક્યાં જાવ છો.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. નર્સ તરીકે કામ કરતી 25 વર્ષની પરિણીતા તેના પતિ સાથે હરીપર ગામ પાસે આવેલા મેલડી માતાજીનાં મંદિરે દર્શન કરવા ગઇ હતી. ત્યાંથી બપોરનાં સમયમાં ગોરડીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યાં રસ્તામાં બે લોકોએ પતિ પત્નીને ધમકાવીને પૂછ્યું હતું કે, અત્યારે ક્યાં જાવ છો. જે બાદ ચાકુની અણીએ બંન્નેને મારી નાખવાની ધમકી આપીને સાથે આવવા જણાવતા પતિને ત્યાંથી ભાગાડી દીધો હતો. જે બાદ આ બંન્ને પરિણીતાને ઝાડીઓમા લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.  એલસીબીના પીઆઈ કિરણ ચૌધરીની ટીમેઆ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જામનગર ગ્રામ્યનાં ડીવાયઅસપી કૃણાલ દેસાઇએ આ અંગે મળતી માહિતી આપતા જણાવ્યું કે, ધ્રોલમાં રહેતા અને નર્સ તરીકે કામ કરતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તારીખ 16મી ઓક્ટોબરનાં દિવસે મહિલા પોતાના પતિ સાથે હરીપર ગામ પાસે આવેલા મેલડી માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી દર્શન કરીને 2.30 કલાકની આસપાસ ગોરડીયા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા હતા. આ દરમિયાન મહિલાનો પતિ રસ્તામાં માવો ખાવા ઉભો રહ્યો હતો.

1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર રહેશે બંધ, કરી લો નવરાત્રીનાં પહેલા દિવસે મહાકાળી માતાના દર્શન

ત્યારે બાઇક પર બે શખ્સો કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદ્દીન ઉર્ફે અજુડો જુણેજા આવીને દંપતીને ધમકાવવા લાગ્યા હતા. આ દંપતીનાં મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. પતિ પત્નીને કહ્યું હતું કે, તે બન્ને એમની સાથે જાય. પરંતુ પતિ પત્નીને છોડીને ભાગી ગયો હતો. જે બાદ પરિણીતાને બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું. જે બાદ પાસે આવેલી ઝાડીઓમા લઇ જઇને પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદી મહોલ, હજી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હાલ ઘ્રોલ પોલીસે આ અંગેનીફરિયાદ નોંધીને બાઇકસવાર બંન્ને શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમા તેમને સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ બંન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જામનગરમાં સગીરા પર દુષ્કર્મની વાત પ્રકાશમાં આવી હતી. જામનગરમાં પંદરેક વર્ષની સગીર વયની પુત્રી સાથે મિત્રતા કેળવી પાડોશી શખ્સે બે-ત્રણ માસ પુર્વે દુષ્કર્મ આચર્યુ હતુ.ત્યારબાદ પરીજનોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ આચર્યુ હોવાનો બનાવ બહાર આવ્યો હતો.પીડિતાના પિતાએ પોલીસને અરજી આપી હતી જેની તપાસ બાદ આ વિગતો બહાર આવી હતી.આ બનાવમાં પીડિતાના પિતાની ફરીયાદ પરથી સીટી બી પોલીસે ઇબ્રાહિમ અબ્દુલભાઇ ચૌહાણ સામે દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. જેશહેર-જિલ્લામાં પાંચથી છ દિવસમાં સગીરા પર દુષ્કર્મનો આ ત્રીજો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે પરિણીતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: October 17, 2020, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading