Home /News /kutchh-saurastra /

જામનગર: જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરીકના મોત, એક સારવાર હેઠળ

જામનગર: જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરીકના મોત, એક સારવાર હેઠળ

    જામનગર દરિયામાં એક જહાજમાં ગેસ ગલતરની ઘટના સામે આવી છે. જેમાં ગેસ ગળતરના કારમે બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એકને અસર થતાં હાલત ગંભીર છે.

    મળતી માહિતી મુજબ, જામનગર નજીક નવલખી બંદર પાસે એક જહાજમાં ગેસ ગળતર થતાં જહાજમાં રહેલા લોકોમાંથી બે લોકોના ગેસની અસરના કારણે મોત નિપજ્યા છે. જ્યારે એકની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે.

    નવલખી બંદર પર અચાનક જહાજમાં ગેસ ગળતર થવાથી જહાજમાં રહેલ લોકને ગેસની અસર થઈ હતી, આ ઘટનાની જાણ પોલીસ અને 108ને કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, જેમાં ગેસની અસરથી પીડિતને તત્કાલિન જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

    સ્થાનીક હાજર રહેલ લોકોના જણાવ્યા અનુસાર, જે જહાજમાં ગેસ ગળતરીની ઘટના બની તે વિદેશી જહાજ હતું, જેમાં 3 વિદેશી નાગરીકો હતા, કઈંક કારણોસર જહાજમાં ગેસ ગળતર થવા લાગ્યું જેમાં 2 વિદેશી નાગરીકોના મોત નિપજ્યા છે, જ્યારે એકને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં આવી જ એક ઘટના અલંક શીપ યાર્ડમાં બની હતી. અલંગ શીપ યાર્ડમાં પ્લોટ નંબર 32માં લાંગરેલા જહાજમાં બે મજૂર રામનયન રામ આધાર રાજધર અને બલરામ કેશવભાઇ જહાજની ફયુઅલ ટેંક ચેક કરવા ઉતર્યા ત્યારે ટેંકમાં ગેસ ગુંગળામણ થતા બન્ને મજુરોના મોત નિપજ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Treatment, જામનગર

    આગામી સમાચાર