Home /News /kutchh-saurastra /

જામનગરનું લાખોટા તળાવ, મ્યૂઝિયમથી લઇને વોકિંગ ટ્રેક સુધી, ઘણું બધુ છે જોવા જેવું

જામનગરનું લાખોટા તળાવ, મ્યૂઝિયમથી લઇને વોકિંગ ટ્રેક સુધી, ઘણું બધુ છે જોવા જેવું

જામનગરનું

જામનગરનું લાખોટા તળાવ, મ્યૂઝિયમથી લઇને વોકિંગ ટ્રેક સુધી, ઘણું બધુ છે જોવા જેવુ

જામનગર શહેરમાં આમ તો અનેક જોવાલાયક પ્રવાસન સ્થળો આવેલા છે. પરંતુ આ બધામાં સૌથી પહેલું નામ રણમલ તળાવ અથવા લાખોટા તળાવનું આવે છે.

    જામનગરઃ જામનગર શહેરમાં આમ તો અનેક જોવાલાયક પ્રવાસન સ્થળો આવેલા છે. પરંતુ આ બધામાં સૌથી પહેલું નામ રણમલ તળાવ અથવા લાખોટા તળાવનું આવે છે. શહેરની મધ્યમાં આવેલા ગોળાકાર તળાવના કિનારે જામનગર કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે વોકિંગ ટ્રેક, બાગ બગીચા બનાવી લોકો માટે ફરવાલાયક સ્થળ તૈયાર કર્યું છે. ચોમાસામાં આ તળાવ છલોછલ ભરાઇ જાય છે અને લોકોને પહેલી નજરે જોતા જ ગમી જાય તેવો નજારો બની જાય છે.

    શું શું છે આ લાખોટા તળાવમાં જોવા જેવું ?

    જામનગર તથા બહારથી આવતા પ્રવાસીઓએ એક વખત જરૂર આ જોવા લાયક સ્થળ લાખોટા તળાવની મુલાકાત લેવી જ જોઇએ, અહીં પ્રવાસીઓ માટે લાઇટ એન્ડ લેઝર શો, અદભૂત કલાકૃતિના નમૂના એવા ઝરૂખા, મ્યૂઝિયમ, પાર્ક તથા સરસ મજાનો વોકિંગ ટ્રેક છે, જામનગરવાસીઓ તો સવાર અને સાંજ આ વોકિંગ ટ્રેકમાં ખાસ ચાલવા આવે છે.

    આ પણ વાંચો: દ્વારકા: યુવાને કર્યો આપઘાત, મરતા પહેલા વીડિયો બનાવી જણાવી આપવીતી

    લાખોટા તળાવનો ઇતિહાસ

    જામનગર શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવ કે જે લાખોટા તળાવના નામથી પણ પ્રસિદ્ધ છે તે 5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ત્રણ ભાગમાં વહેંચાયેલું આ તળાવ શહેરની સુંદરતા પર ચાર ચાંદ લગાવે છે. શિયાળામાં દૂર દૂરથી આવતા પક્ષીઓ જોઇને પ્રવાસીઓનું મન પ્રફુલ્લીત થઇ જાય છે. આ લાખોટા તળાવ 1820થી 1852ની વચ્ચે જામ રણમલજી II દ્વારા બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો: દાહોદઃ 35 વર્ષીય મહિલાના પેટમાંથી તરબૂચ જેવડી ગાંઠ કાઢી, બે વર્ષના અસહ્ય દર્દથી મળી મૂક્તી

    લગભગ 5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ ગોળાકાર તળાવની ફરતે મંડપ, બુરજો, કલાત્મક બગીચા વગેરે જેવા વિશ્રામ સ્થાનો મૂકવામાં આવ્યા છે. લાખોના ખર્ચે બનેલ લાખોટા તરીકે ઓળખાતો આર્કિટેક્ચરનો ઉત્કૃષ્ટ સ્થાપત્ય કિલ્લો તળાવની મધ્યમાં આવેલો છે. જ્યાં સરકાર દ્વારા મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન લોકો માટે મ્યૂઝિમ બંધ કરવામાં આવ્યું હતું જોકે હવે ફરીથી મ્યૂઝિયમના દ્વારા લોકો માટે ખોલવામાં આવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन