જામનગરનાં કોંગ્રેસ ઉમેદવારનો બફાટ, ચોકીદાર શબ્દને ગણાવ્યો નીચ

News18 Gujarati
Updated: April 8, 2019, 1:30 PM IST
જામનગરનાં કોંગ્રેસ ઉમેદવારનો બફાટ, ચોકીદાર શબ્દને ગણાવ્યો નીચ
કોંગ્રેસ ઉમેદવાર મુરું કંડોરિયાએ ગઇકાલે દ્વારકામાં ચૂંટણી લક્ષી સભા યોજી હતી.

લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મુરું કંડોરિયાએ ગઇકાલે દ્વારકામાં ચૂંટણી લક્ષી સભા યોજી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આખા દેશમાં ચૂંટણી માટે નેતાઓ વિવિધ જગ્યાએ સભાઓ અને જનસંપર્ક કરીને લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યાં છે ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ ઉમેદવારે જેમાં તેમણે દેશનાં પીએમ નરેન્દ્ર મોદી સામે પ્રહાર કરતાં ચોકીદાર શબ્દને નીચ ગણાવ્યો છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મુરું કંડોરિયાએ ગઇકાલે દ્વારકામાં ચૂંટણી લક્ષી સભા યોજી હતી. જોકે આ સભામાં ઘણી ઓછી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. જેટલી બેસવાની જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની જગ્યા ખાલી હતી.

મુરૂં કંડોરિયાએ દ્વારકામાં યોજેલી સભામાં ટૂંકુ પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે સીધું જ નિશાન પીએમ મોદી પર લગાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'હું ચોકીદાર છું. ચોકીદાર તો ખાતા નથી પીતા નથી. તમે કોઇ ચોકીદાર રાખો છો? એવા નીચ કક્ષાનાં શબ્દનો પ્રયોગ કરીને લોકોની વચ્ચે જવાની વાત કરે છે. લોકોનાં હક અને અધિકાર પર તરાપ મારવાની વાત છે. લોકશાહી સિસ્ટમને તોડી નાંખવાની વાત છે. આપણે આ વાત લઇને કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ એક વિચાર લઇને લોકો વચ્ચે જવાનું છે.'

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પોતાના નામ સાથે ચોકીદાર શબ્દને જોડી દીધો છે ત્યાર બાદ અમિત શાહથી માંડીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મોટાભાગના નેતાઓ,નરેન્દ્ર મોદી સમર્થકોએ ટ્વિટર,ફેસબુક પર પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ જોડયો છે. ત્યારે કોંગ્રેસે અનેકવાર 'ચોકીદાર ચોર હૈ' કહીને તેનો વિરોધ પણ કર્યો છે.
First published: April 8, 2019, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading