Home /News /kutchh-saurastra /

શું તમે ક્યારેય ફટાકડા ખાધા છે? જામનગરમાં મળતાં આ ફટાકડામાંથી મિઠાશ ફૂટે છે !

શું તમે ક્યારેય ફટાકડા ખાધા છે? જામનગરમાં મળતાં આ ફટાકડામાંથી મિઠાશ ફૂટે છે !

શું

શું તમે ક્યારેય ફટાકડા ખાધા ? જામનગરમાં મળતાં આ ફટાકડામાંથી મિઠાશ ફૂટે છે !!!

Jamnagar News: જાણીને નવાઇ લાગશે કે જામનગરમાં એક દુકાને ફટાકડાની મિઠાઇ મળે છે. સાંભળીને જ થોડું અજુગતું લાગે પરંતુ આ વાત સાચી છે. આમ તો મિઠાઇમાં અઢળક વેરાયટી હોય છે પણ આવી મિઠાઇ તમે નહીં જોઇ હોય.

    દિવાળીના તહેવારનું નામ સાંભળતા જ મગજમાં (Diwali 2021) બે વસ્તુ આવી જાય, એક તો મિઠાઇ અને બીજું ફટાકડા. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે જામનગરમાં એક દુકાને ફટાકડાની મિઠાઇ (Diwali Sweets) મળે છે. સાંભળીને જ થોડું અજુકતું લાગે પરંતુ આ વાત સાચી છે. આમ તો મિઠાઇમાં અઢળક વેરાઇટીઓ હાલ માર્કેટમાં  (Diwali  Mithai)ઉપલબ્ધ છે. ખાસ કરીને તહેવારો પર વિવિધ વેપારીઓ અલગ અલગ આકર્ષક મિઠાઇઓ બનાવતા હોય છે. ત્યારે જામનગરમાં પણ આવા (Jamnagar News) જ એક મિઠાઇના વેપારી છે જેમણે ફટાકડાની ડિઝાઇનમાં મિઠાઇ બનાવી છે.

    જામનગરમાં શ્રીખંડ સમ્રાટ નામની એક મિઠાઇની દુકાન આવેલી છે જ્યાં ફટાકડાની ડિઝાઇનમાં મિઠાઇ મળે છે. સુતળી બોમ્બ, લક્ષ્મી બોમ્બ, ઠેબા ચકરી આ બધા અલગ અલગ પ્રકારના ફટકડા છે. પરંતુ મિઠાઇની દુકાને મળતા આ ફટાકડા ફૂટતા નથી પરંતુ તેની અંદરથી મિઠાશ ફૂટે છે. એટલે કે આ ફટાકડાની અંદર મિઠાઇ અને ચોકલેટ હોય છે. આ ફટાકડા ફોડવાને બદલે બાળકો ખાવાનું વધુ પસંદ કરે છે.

    આ મિઠાઇ ફટાકડા વેચતા જુગલભાઇએ જણાવ્યું કે દરેક તહેવારોમાં મિઠાઇનું ખાસ મહત્વ હોય છે. લોક મિઠાઇનું ગિફ્ટ તરીકે આદાન પ્રદાન કરે છે. ત્યારે દિવાળીને ધ્યાનમાં રાખી અમે ખાસ ફટાકડાના સેપમાં મિઠાઇ બનાવી છે. અમારા આ યુનિક કોન્સેપ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. ખાસ કરીને બાળકો આ પ્રકારના મિઠાઇ ફટાકડા જોઇ અને ખાધા બાદ ખુશ થઇ જાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diwali 2021, Jamnagar News, Jamnagar Sweets

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन