સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને ચલણી નોટનો વરસાદ ન થાય તો જ નવાઈ. જામખંભાળિયાના ભાતેલ ગામે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પણ ગત રાત્રે ચલણી નોટનો જાણે વરસાદ વરસ્યો.
ધારાસભ્ય હકુભા જાડેજાના માતાની પ્રથમ પુણ્યતિથીએ યોજાયેલા ડાયરામાં કીર્તિદાન ગઢવી પર લોકોએ લાખોની નોટ ઉડાવી. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય હકુભા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પર પણ લોકોએ નોટોનો વરસાદ વરસાવ્યો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધાર્મિક કાર્ય, સામાજીક કાર્ય, કે મનોરંજન માટે લોક ડાયરાનું આયોજન થતું હોય છે. તેમાં પણ સૌથી વધારે લોકડાયરા સૌરાષ્ટ્રમાં યોજવામાં આવતા હોય છે.
લોક ડાયરા માટે પ્રખ્યાત કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થવાનું હવે સામાન્ય બની ગયું છે. મોટાભાગના ડાયરામાં આવેલા આ પૈસા જે ધાર્મિક કે સામાજીક કાર્ય માટે ડાયરો યોજવામાં આવ્યો હોય છે, તેના કામ અર્થે વાપરવામાં આવતા હોય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર