Home /News /kutchh-saurastra /

329 વર્ષ જૂની આ ગરબી નિહાળવી એક લ્હાવો છે, તમે પહેલા ક્યારેય નહીં જોઇ હોય!

329 વર્ષ જૂની આ ગરબી નિહાળવી એક લ્હાવો છે, તમે પહેલા ક્યારેય નહીં જોઇ હોય!

Jamnagar

Jamnagar Jala Ni Jar Na Garba : આ શેરી ગરબા જામનગરમાં છે જેને જલાની જારના ગરબા તરીકે ઓળખવામાં આવે છે. આ ગરબા છેલ્લા 329 વર્ષથી યોજાય છે. એટલું જ નહીં આ ગરબા કોઇ વાજીંત્રો વગર માત્ર નોબતના તાલે પુરુષો ગરબા ગાતા ગાતા રમે છે. 

Jamnagar Jala Ni Jar Na Garba : આ શેરી ગરબા જામનગરમાં છે જેને જલાની જારના ગરબા તરીકે ઓળખવામાં આવે છે. આ ગરબા છેલ્લા 329 વર્ષથી યોજાય છે. એટલું જ નહીં આ ગરબા કોઇ વાજીંત્રો વગર માત્ર નોબતના તાલે પુરુષો ગરબા ગાતા ગાતા રમે છે. 

    ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી (Navratri)  હવે પૂર્ણતાને આરે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વખતે ધામધૂમપૂર્વક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને (Coronavirus Navratri Street Garba)  કારણે આ વખતે માત્ર શેરી ગરબાને જ મંજુરી આપવામાં આવી હતી. શેરી ગરબાના આયોજનમાં આ વખતે ભારતીય સંસ્કૃતિના દર્શન થયા હતા. ગુજરાતમાં ઘણા એવા શેરી ગરબા છે જેનો ઇતિહાસ 100 વર્ષથી પણ જૂનો છે. આવા જ એક શેરી ગરબા જામનગરમાં છે જેને જલાની જારના (Jalani Jar na Garba)  ગરબા તરીકે ઓળખવામાં આવે છે. આ ગરબા છેલ્લા 329 વર્ષથી (329 Years old sheri Garba of Jamnagar)  યોજાય છે. એટલું જ નહીં આ ગરબા કોઇ વાજીંત્રો વગર માત્ર નોબતના તાલે પુરુષો ગરબા ગાતા ગાતા રમે છે. ત્યારબાદ અહીં ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવે છે.

    જામનગરના જલાની જારના ગરબા જામનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જાણીતા છે જેમાં પુરુષો દ્વારા ગરબે રમવામાં આવે છે. અહીં પાંચ વર્ષના બાળકથી લઇને વયોવૃદ્ધ ગરબે રમે છે. એટલું જ નહીં આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ગરબે રમતા રમતા પુરુષો દ્વારા એક ખાસ પ્રકારના ગરબા ગાવામાં આવે છે. આ ગરબા બધા સારી રીતે સમજી શકે અને યાદ રહે તે માટે ચાર વખત ગાવામાં આવે છે. જ્ઞાતિભેદ વગર યોજાતા આ ગરબા જે પુરુષને રમવા હોય તેને ધોતી, અબોટીયું પહેરવું ફરજિયાત હોય છે.

    જલાની જારના ગરબામાં કોઇપણ પ્રકારના વાજીંત્રો વગાડવામાં આવતા નથી, માત્રને માત્ર નોબતના તાલે પુરુષો દ્વારા ગરબે રમવામાં આવે છે. ગરબે રમવાની સાથે રાતે 12.30 કલાકે સંત દેવિદાસ રચિત ઇશ્વર વિવાહના પ્રસંગનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલાની જારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇશ્વર વિવાહ યોજાયા હતા. આ અનોખા ગરબા જોવા માટે જામનગરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ ગરબા જોવા આવેલા શહેરીજનોનું કહેવું છે કે આ પ્રાચીન ગરબા જોવા એક પ્રકારનો લ્હાવો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Navrati, Navratri 2021, Navratri Tradition

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन