Home /News /kutchh-saurastra /

આજના સંઘર્ષો ભવિષ્યની નારીને ન કરવા પડે તેવા સમાજનું નિર્માણ કરવાનું છે - સાંસદ પૂનમબેન માડમ

આજના સંઘર્ષો ભવિષ્યની નારીને ન કરવા પડે તેવા સમાજનું નિર્માણ કરવાનું છે - સાંસદ પૂનમબેન માડમ

આજના

આજના સંઘર્ષો ભવિષ્યની નારીને ન કરવા પડે તેવા સમાજનું નિર્માણ કરવાનું છે - સાંસદ

જામનગર: સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓએ પુરુષોની સાપેક્ષમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા વધુ શ્રમ કરવો પડે છે ત્યારે સમાજની માનસિકતા બદલે અને આજની નારીને કરવા પડતા સંઘર્ષો આવતીકાલની નારીને ન કરવા પડે એવા સમાજનું નિર્માણ કરવાની જામનગરના સાંસદ પૂનમબેનબેન માડ?

વધુ જુઓ ...
    જામનગર: સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં મહિલા(Women)ઓએ પુરુષોની સાપેક્ષમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા વધુ શ્રમ કરવો પડે છે ત્યારે સમાજની માનસિકતા બદલે અને આજની નારીને કરવા પડતા સંઘર્ષો આવતીકાલની નારીને ન કરવા પડે એવા સમાજનું નિર્માણ કરવાની જામનગર (Jamnagar) ના સાંસદ પૂનમબેનબેન માડમે જામનગરમાં વિશ્વ મહિલા દિવસ (World Womens Day)નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં કરી છે. જામનગર સહીત સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમ(MP Poonamben Madam)ના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણીના કાર્યક્રમમાં લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાલક્ષી માહિતી મળે અને તેઓ તેનો લાભ લે તે માટે વિવિધ યોજનાના સ્ટોલ તેમજ જામનગર ડેન્ટલ કોલેજની ટીમ દ્વારા મહિલાઓને ઓરલ હેલ્થ વિશે જાગૃત કરી, ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સર્વેએ મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો અને સ્ત્રી સશક્તિકરણના શપથ લીધા હતા. જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ વર્ષની થીમ “જેન્ડર ઇક્વાલિટી ફોર સસ્ટેનેબલ ટુમોરો” માટે ખાસ બ્રેક ધ બાયસના સૂત્રને લોકોને યાદ રાખી દીકરા-દીકરી સમાનતા અને દરેક ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષના ભેદભાવને મિટાવવા માટેની નેમ વ્યકત કરી હતી.

    નારી શક્તિનું કરાયું સન્માન

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓને સન્માનિત/પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે રણજી ટ્રોફી વિજેતા છ મહિલા ખેલાડીઓ તથા અન્ય રમતમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર મેળવનાર મહિલાઓને તેમજ સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, મહિલા કલ્યાણ અને સેવા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

    સાથે જ નાના ભૂલકાઓની યશોદામાતા રૂપ આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ અને પુરસ્કારથી નવાજવામાં તેમજ બેટી બચાવો બેટી પઢાવો રંગોળી સ્પર્ધાના વિજેતાઓને અને વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ 181ની ટીમ, પોલીસ બેઝ્ડ સપોર્ટ સિસ્ટમની ટીમ અને જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ સખીમંડળોના બહેનોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    First published:

    Tags: International womens day

    આગામી સમાચાર