Home /News /kutchh-saurastra /

જામનગરના આ પ્રજ્ઞાચક્ષુનો પ્રેમનો છે બધાથી અલગ, Movie ને પણ ટક્કર મારે તેવી છે Love Story

જામનગરના આ પ્રજ્ઞાચક્ષુનો પ્રેમનો છે બધાથી અલગ, Movie ને પણ ટક્કર મારે તેવી છે Love Story

વેલેન્ટાઇન ડેને લઇને પ્રેમની મોટી મોટી વાતો થશે, પ્રેમ કેવો હોઈ, પ્રેમી કેવા હોઈ, તેવી વાતો થશે, ઘણા લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરશે, સામાન્ય રીતે એકબીજાને જોઈને પ્રેમનો ઈઝહાર કરતા હોઈ છે, પરંતુ શું જોયા વગર પ્રેમ શક્ય છે ખરો ? જામનગરના હરેશભાઇ અને પૂજાબેનની પ્રેમ કહાની ખુબ જ અનોખી છે.

વેલેન્ટાઇન ડેને લઇને પ્રેમની મોટી મોટી વાતો થશે, પ્રેમ કેવો હોઈ, પ્રેમી કેવા હોઈ, તેવી વાતો થશે, ઘણા લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરશે, સામાન્ય રીતે એકબીજાને જોઈને પ્રેમનો ઈઝહાર કરતા હોઈ છે, પરંતુ શું જોયા વગર પ્રેમ શક્ય છે ખરો ? જામનગરના હરેશભાઇ અને પૂજાબેનની પ્રેમ કહાની ખુબ જ અનોખી છે.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: ' એ મને મારાં પગની આહટથી ઓળખી જાય છે, ખબર નહીં એ બંધ આંખોથી મારાં દિલના અરમાનોને દેખી જાય છે, એ મારાં સ્મિત સામે ખુબસુરત સ્મિત દેખી જાય છે, શું વાત કરું પ્રેમની, એ મને પ્રેમ સાગરમાં ખેંચી જાય છે' આ શબ્દો જામનગરમાં રહેતા પૂજાબેનના છે, જેઓએ પોતાના અનોખા પ્રેમી એટલે કે પતિ માટે લખી છે, તેમની સાયરી અને પ્રેમનો અંદાજ તમેં એ વાત પરથી લગાવી શકશો કે તેઓએ પ્રજ્ઞાચક્ષુ હરેશભાઈ હિંડોચા સાથે પ્રેમ લગ્ન કર્યા છે. વેલેન્ટાઇન ડેને લઇને પ્રેમની મોટી મોટી વાતો થશે, પ્રેમ કેવો હોઈ, પ્રેમી કેવા હોઈ, તેવી વાતો થશે, ઘણા લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરશે, સામાન્ય રીતે એકબીજાને જોઈને પ્રેમનો ઈઝહાર કરતા હોઈ છે, પરંતુ શું જોયા વગર પ્રેમ શક્ય છે ખરો ? જામનગરના હરેશભાઇ અને પૂજાબેનની પ્રેમ કહાની ખુબ જ અનોખી છે.

    અનોખી છે પ્રેમ કહાની !!!

    જામનગરમાં આવેલા વિકલાંગ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ હરેશભાઇ હિંડોચા કમ્પ્યુટરનું કામ કરે છે, હરેશભાઈને ફોન પર એક દિવસ એક યુવતીનો ફોન આવ્યો, આ યુવતીનો અવાજ સાંભળતા જ હરેશભાઈના દિલના તાર જોડાઈ ગયાં અને તેઓ ફોન કરનાર પૂજાબેનને પ્રેમ કરવા લાગ્યા, સામા પક્ષે પૂજાબેન પણ હરેશભાઈને દિલ દઈ બેઠાં, સાત વર્ષ સુધી એકબીજાને સારી રીતે ઓળખ્યા બાદ અને હળ્યા-મળ્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, જો કે બંનેની પ્રેમ કહાની કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે, થોડા સમય બાદ બંનેએ લગ્નગ્રંથીએ જોડાઈ જવાનુ નક્કી કર્યું અને આ અંગે પૂજાબેને પોતાના પરિવારજનોને સમગ્ર વાત કહી, જોકે તેમના પરિવારજનો આ વાત સ્વીકારવા તૈયાર ન થયાં.



    આ પણ વાંચો: ગ્રીષ્માએ પ્રેમમા ના કહેતા ફેનીલે કાપી નાંખ્યું ગળું, વાંચો સુરતની ચકચારી હત્યાની આખી વાત

    પૂજાબેનના પરિવારજનોનું કહેવું હતું કે હરેશભાઇ પ્રજ્ઞાચક્ષુ છે, જયારે તેમની દીકરી પૂજામાં કોઈ કમી નથી, એટલુ જ નહીં, તેઓનું માનવું હતું કે પ્રજ્ઞાચક્ષુના સંતાનો પણ પ્રજ્ઞાચક્ષુ જ થશે, બીજી બાજુ એ સમયે હરેશભાઈની આવક પણ એટલી ન હતી કે પરિવારનું ગુજરાન ચલાવી શકે, આથી પૂજાબેનના પરિવારજનોએ આ સબંધ સ્વીકાર્યો નહીં, હરેશભાઇ અને પૂજાબેને પરિવારને મનાવવા અનેક પ્રયાસો કર્યા પરંતુ પરિવારજનો માન્યા નહીં. અંતે બંનેએ કોર્ટ લગ્ન કરવાનું નક્કી કર્યું.

    આ પણ વાંચો: ગુજરાતના આર્મી જવાનનું અભિયાન, શહીદોના પરિવારને યોગ્ય વળતર મળે માટે છેડી છે સરકાર સામે જંગ

    પરિવાર લગ્ન માટે રાજી ન થતા હરેશભાઈ અને પૂજાબેન ઘરેથી ભાગી ગયાં અને થોડા સમય બાદ કોર્ટ મેરેજ કરી લીધા. આજે તેમના લગ્નને ઘણો સમય થઇ ગયો અને તેમને ત્યાં સંતાનમાં પંચ વર્ષનો એક પુત્ર પણ છે, જે એકદમ સ્વસ્થ છે. એટલું જ નહીં પૂજાબેનનું કહેવું છે કે તેઓ હરેશભાઈ સાથે આજે ખુબ જ ખુશ છે. હરેશભાઇ તેઓને ઘરના અનેક કામમાં મદદ કરે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, Valentine day 2022, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन