જામનગર: રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂપિયા 20નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી પ્લેટફોર્મ ટિકિટના દર રૂપિયા 10 રહેશે. આજથી જ નવા દર લાગુ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ પ્લેટફોર્મ ટિકિટનો નવો દર લાગુ કરવા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદથી મોટાભાગના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કરવામાં આવ્યો હતો. તો કોરોનાંના એકટીવ કેસમાં ઘટાડો થતાં મોટાભાગની તમામ ટ્રેનો ફરી શરુ કરવામાં આવી છે. જેના કારણે રેલવે પ્લેટફોર્મ પર પહેલાની જેમ લોકોની ચહલ પહલ અને ભીડ જોવા મળી રહી છે.
રાજકોટ ડિવીઝન અંતર્ગત આવતા તમામ 51 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટનો ભાવ હવે એકસમાન રૂપિયા 10 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રહેશે. ઉલ્લેખનિય છે કે, કોરોના કાળ દરમ્યાન રેલવે સ્ટેશનો પર યાત્રીઓની ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ટિકીટના ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર