Home /News /kutchh-saurastra /

Jamnagar: તમારી આસપાસ કોઈ પશુ-પક્ષી ઘાયલ દેખાય તો આ નંબર પર કરજો ફોન !!

Jamnagar: તમારી આસપાસ કોઈ પશુ-પક્ષી ઘાયલ દેખાય તો આ નંબર પર કરજો ફોન !!

તમારી આસપાસ કોઈ પશુ-પક્ષી ઘાયલ દેખાય તો આ નંબર પર કરજો ફોન !!

જોડિયાના નાથાલાલ સાવરિયાને એક પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષી વહેલી સવારે ગામના તળાવના કિનારે ઘાયલ અવસ્થામાં બેઠેલું જોવા મળ્યું હતું. જેની વધુ તપાસ કરતા જણાયું કે આ પક્ષી ગંભિર રીતે ઘાયલ થયેલ છે તેમજ ઉડી શકવા અસમર્થ છે.

  જામનગર: માણસ પોતાનો વિકાસ સાધવાળી દોળમાં કુદરત અને અબોલ જીવને ખુબ જ નુકશાન પહોંચાડી રહ્યો છે, કોઈ વ્યક્તિ ઘાયલ કે બીમાર પડે તો તે હોસ્પીટલમાં સારવાર લઇ શકે છે, પરંતુ પશુ-પક્ષીઓનું શું ? અપની આસપાસ અનેક પશુ-પક્ષી બીમાર અથવા ઘાયલ અવસ્થામાં જોવા મળે છે, આવા સમયે તમારે માત્ર એક ફોન નંબર પર ફોન કરવો જેથી તેને યોગ્ય સારવાર મળી શકે આ નંબર છે 1962. પશુ-પક્ષીઓને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી સરવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દિઠ એક ફરતા પશુ દવાખાના હેઠળ એમ્બ્યુલન્સની સુવિધા સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ છે. આ મોબાઇલ પશુ એમ્બ્યુલન્સ 1962 નંબર ડાયલ કરતાની સાથે જ પશુ-પક્ષીને ઘર આંગણે જ તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામે ઘટેલી આવી જ એક ઘટનામાં યાયાવર પક્ષી પેઇન્ટેડ સ્ટોર્ક (પીળી ચાંચ ઢોંક) કે જે ગંભીર રીતે ઘવાયું હતું તેના માટે આ 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

  એક યાયાવર પક્ષીને મળ્યું નવજીવન

  જોડિયાના નાથાલાલ સાવરિયાને એક પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષી વહેલી સવારે ગામના તળાવના કિનારે ઘાયલ અવસ્થામાં બેઠેલું જોવા મળ્યું હતું. જેની વધુ તપાસ કરતા જણાયું કે આ પક્ષી ગંભિર રીતે ઘાયલ થયેલ છે તેમજ ઉડી શકવા અસમર્થ છે. અને બરોબર આજ વેળાએ ત્યાંથી પોતાની રૂટ ફરજ પર જઈ રહેલી પશુ એમ્બ્યુલન્સ આ ગામમાંથી પસાર થઈ હતી.ત્યારે નાથાલાલ તથા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટનાથી પશુવાનના કર્મીઓને વાકેફ કરાયા હતા.

  આ પણ વાંચો: રાખડી બાંધતી સગી બહેને જ ભાઈ-ભત્રીજીની કરી હતી હત્યા

  ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સમાં હાજર વેટરનરી ઓફિસર ડો. ભુમિકાબહેન કાપડીયા તેમજ પાયલોટ રાજદીપસિંહ કાંચવા પશુ એમ્બ્યુલન્સ લઇ સ્થળ પર પહોચ્યા હતા. જ્યાં આ પક્ષી વિજ શોકના કારણે ગંભિર રીતે ઘાયલ થવાનું જણાયું હતું અને પક્ષીની બન્ને પાંખોમાંથી લોહી નિકળતું હતું. જેથી 1962ની ટીમ દ્વારા તાત્કાલિક પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષીની સારવાર શરૂ કરાઇ હતી અને તેની પાંખોમાં એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરીને તેની પાંખોમાંથી વહી જતાં લોહીને બંધ કરવામાં આવ્યુ હતું. તેમજ જરૂરી દવાઓ અને આનુષંગિક સારવાર પુરી પાડી આ યાયાવર પક્ષીને નવજીવન આપવામાં સફળતા મેળવી હતી.

  આ પણ વાંચો: ડોક્ટરોની હળતાળનો બીજો દિવસ, રામધૂન કરી નોંધાવ્યો વિરોધ

  જામનગરમાં કુલ 18 પશુવાન છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કુલ 18 પશુવાન એમ્બ્યુલન્સ તથા જામનગર શહેર માટે એક કરુણા એનીમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંની 1962 એમ્બ્યુલન્સે આજદિન સુધીમાં 85,856 જ્યારે કરુણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા 12,212 મળી કુલ 98 હજારથી પણ વધુ પશુ-પક્ષીને સારવાર આપવાની તેમજ જીવ બચાવવની કરૂણાસભર કામગીરી પૂર્ણ કરી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, જામનગર

  આગામી સમાચાર