Home /News /kutchh-saurastra /બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો આ નંબર પર કરો ફોન, ખોવાયેલો પુત્ર ફરી મળી આવ્યો, જાણો કેવી રીતે

બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો આ નંબર પર કરો ફોન, ખોવાયેલો પુત્ર ફરી મળી આવ્યો, જાણો કેવી રીતે

બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો આ નંબર પર કરો ફોન, ખોવાયેલો પુત્ર ફરી મળી આવ્ય

આવા મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કુલ 144 રેલ્વે સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 સતત 24 કલાક કાર્યરત છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત જામનગર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 છેલ્લા 2 વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.

વધુ જુઓ ...
  સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી હ્યુમન ટ્રાફિકિંગ(Human Trafficking) ની ઘટના ખુબ જ સામે આવી રહી છે. એક દેશમાંથી બીજા દેશમાં બાળકો, મહિલાઓની તસ્કરી થતી હોવાની ઘટના સામે આવી ચુકી છે, આપણા દેશમાં પણ ખાસ કરીને બાળકોનું અપહરણ કરી તેની પાસે ભીક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોવાની અનેક ઘટના સામે આવી ચુકી છે, બીજી બાજુ (Jamnagar)પરિવાર દ્વારા આપવામાં આવતા નાના-મોટા ઠપકાથી નારાજ થઇને નાની વયે બાળકો ઘર છોડીને જતા રહે છે, સમજ્યા વગર ભરેલા પગલાંને કારણે તેમનું જીવન બરબાદ પણ થઇ શકે છે, જેમ કે અસામાજિક તત્વોના હાથમાં આવી જતા બાળકોને મજુરી, ભિક્ષાવૃત્તિ જેવા કામોમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આવા મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કુલ 144 રેલ્વે સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 સતત 24 કલાક કાર્યરત છે.કેન્દ્ર સરકાર પુરસ્કૃત જામનગર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 છેલ્લા 2 વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ હાલ સેવા આપી રહી છે.

  જામનગર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 દ્વારા એક બાળકનું પરિવાર સાથે ફરી મિલન કરાવવામાં આવ્યું હતું. વાત એવી છે કે એક 15 વર્ષનો કિશોર થાનગઢ પોતાનું ઘર છોડીને ભાગી જામનગર આવી ગયો હતો. આ કિશોર સાથે કોઈ પણ વાલી વારસદાર ન હોવાથી ટીમ 1098 દ્વારા બાળક સાથે પ્રાથમિક વાતચીત કરવામાં આવેલ. વાતચીત દરમ્યાન બાળકના જવાબો ખોટા અને અસામાન્ય હોય તેવું લાગતાં ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 ટીમ દ્વારા કિશોરનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યુ કે બાળક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો રહેવાસી છે. જેને માતા પિતા દ્વારા ઠપકો આપવામાં આવેલ અને તે મન પર લાગી આવતા તે ઘર છોડીને ભાગી આવેલ છે.

  આ પણ વાંચો: હેમાંગ વસાવડા: 'ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે નરેશ પટેલ'

  બાળકને પરિવારના કોઈ પણ સભ્યના સંપર્ક નંબર યાદ ન હતા. રેલ્વે પોલીસ ફોર્સ અને ગુજરાત રેલ્વે પોલીસની સાથે રહી ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા ડોક્યુમેન્ટ વર્ક તૈયાર કરી બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ લઈ જઈ બાળકની પરિસ્થિતિ અને મળેલ વિગતોની માહિતી આપવામાં આવી હતી. બાળકના વાલી વારસદાર ન મળે ત્યાં સુધી બાળકને બાળ કલ્યાણ સમિતિ દ્વારા ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવેલ. ચિલ્ડ્રન હોમના સુપ્રીટેન્ડન્ટ દ્વારા પોલીસની મદદથી બાળકના વાલીને શોધવામાં આવ્યા અને તેનો સંપર્ક કરી બાળકની માહિતી આપવામાં આવેલ. માતા-પિતાને બાળક સુરક્ષીત છે એવા સમાચાર મળતા જ તેઓ ખુશ-ખુશાલ થઈ ગયેલ અને બાળકને લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા ત્યાર બાદ બાળ કલ્યાણ સમિતિ દ્વારા યોગ્ય ખરાઈ બાદ કિશોરને તેના માતા-પિતાને સોપવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: બોર્ડની પરીક્ષા પહેલા સરખા નામવાળી બે સ્કૂલના કારણે વિદ્યાર્થિની અટવાઇ, જાણો પછી શું થયું?
  " isDesktop="true" id="1194205" >

  મુશ્કેલ કે વિકટ પરિસ્થિતિમાં બાળક ટ્રેનમાં એકલું બેઠું જોવા મળે કે પછી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરે અથવા તો આટા-ફેરા કરતુ હોય તો તેવા બાળકોની મદદ માટે રાત-દિવસ 24 કલાક કાર્યરત હેલ્પ ડેસ્ક 1098 પર કોલ કરી બાળક પોતે અથવા તો બાળક વતી કોઈ પણ વ્યક્તિ મદદ મેળવી શકે છે. 1098 દ્વારા માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા રાખવામાં આવે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar News, જામનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन